37 C
Ahmedabad
Friday, April 19, 2024

ઇડર વિધાનસભા માં પ્રખર આર આર એસ કાર્યકતા અને ચાર વખત જીપીએસસી પાસ કરનાર ડો.બ્રિજેશ ચંદ્રરાવ એ દાવેદારી નોંધાવી


સાબરકાંઠાના ઇડર વિધાનસભામાં 30 થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે ત્યારે આરએસએસ ના કાર્યકર્તાએ પોતાની ઉમેદવારી નોંધાવતા રાજકરણ ગરમાયુ છે.આરએસએસ ના કાર્યકર્તા ડૉ. બ્રિજેશકુમાર ચંદ્રરાવ. MA, M.ed, NET, Ph.D ૨૦ વર્ષેથી આર.એસ.એસ ના કાર્યકર્તા,તૃતીય વર્ષ સંઘ પ્રશિક્ષણ મેળવેલ છે.અરવલ્લી જિલ્લા ના અગ્રણી સંઘ કાર્યકર્તા. જિલ્લામાં દરેક સમાજમાં ખૂબજ લોકપ્રિય. ઉચ્ચ અભ્યાસુ અને શિક્ષણ સાથે જોડાયેલા ,પ્રખર વક્તા અને વિચારક. રાષ્ટ્રભક્ત હિંદુ ધર્મ સંસ્કૃતિના પુરસ્કર્તા અનેક શિક્ષણ સેવા ના એવોર્ડથી સંમ્માનિત. સમરસ સમાજ અને રાષ્ટ્રહિત માં હંમેશાં અગ્રેસર એવા કાર્યકતાએ પોતાની દાવેદારી ઇડર વિધાનસભા માં કરી છે ત્યારે ઇડર વિધાનસભા ના મતવિસ્તાર ના મતદારો પણ શિક્ષિત,દરેક સમાજ ને સાથે લઈ ચાલનાર ઉમેદવારને પોતાના ધારાસભ્ય તરીકે જોવા માંગે છે ત્યારે સર્વગુણ સંપન્ન અને ૪ વખત GPSC class 1/2 પરીક્ષામાં ઉત્તીર્ણ પણ થયેલા ડો.બ્રિજેશ ચન્દ્રરાવ ઇડર વિધાનસભા માટે એક સાચા લોકસેવક તરીકે ઉભરાઈ આવે તેમ છે તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.ડો.બ્રિજેશ ચન્દ્રરાવ ના જીવનના સંઘર્ષ પર એક પુસ્તક.’ ખીણથી શિખર તરફનો પ્રવાસી ‘ ડૉ. દીપકભાઈ કાશિપુરિયા દ્વારા લખાયું છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!