મોરવા હડફ, પંચમહાલ
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના દેલોચ ગામે એક તુફાન જીપ કુવામાં ખાબકી હતી.જેમા ત્રણ જણાના મોતની આશંકા વ્યક્ત કરવામા આવી રહી છે.બનાવની જાણ થતા ગોધરા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચીને તુફાન ગાડીને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.તંત્ર અને પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચ્યા હતા. બનાવને લઈને મોરવા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામા ગતમોડી રાતે એક ગમખ્વાર ઘટના બની હતી,જેમા દેલોચ ગામ પાસે આવેલા એક પાણી ભરેલા કુવામાં તુફાન ગાડી ખાબકી હતી.ગાડી કુવામાં પડી ગયા હોવાની વાત મળતા સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી,ગોધરા ફાયરવિભાગની ટીમ પણ ઘટના સ્થળ પહોચી હતી,કુવામા પાણી ભરેલુ હોવાથી મોટરો શરુ કરીને કુવો ખાલી કરવાની કામગીરી હાથ ધરવામા આવી હતી.પોલીસના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાલમા બે મૃતદેહો મળ્યા છે,ત્યારે અન્ય એકની શોધખોળ ચાલુ છે,જોકે કુવામાં તુફાન કેવી રીતે ખાબકી તે હાલ જાણી શકાયુ નથી.





