37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home વિડીયો છોટાઉદેપુર : સંખેડા વિધાનસભા બેઠક પર AAP ના ઉમેદવાર જાહેર

છોટાઉદેપુર : સંખેડા વિધાનસભા બેઠક પર AAP ના ઉમેદવાર જાહેર

0
210

વિધાનસભાની ચૂંટણીને લઈને આ વર્ષે આમ આદમી પાર્ટી એ સક્રિય રીતે ભૂમિકા ભજવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા સાતમી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભા બેઠક પર ઉમેદવાર ની જાહેરાત કરવામાં આવી છે. સંખેડા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી એ રંજન તડવીને ટિકિટ આપી છે. હાલ સંખેડા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે ત્યારે આમ આદમી પાર્ટી એ વ્યવસાયે વકીલ અને કાયદાના નિષ્ણાંત દેવા રંજન તડવીને ટિકિટ આપીને ઉમેદવાર જાહેર કર્યા છે.

વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતાઓ પૂરેપૂરી લાગી રહી છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ વચ્ચે જંગ જામતો હતો ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી મેદાને છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સતત ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે સંખેડા વિધાનસભા બેઠક પર હવે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામે તેવી શક્યતાઓ પૂરેપૂરી સેવાઈ રહી છે

અલ્કેશ તડવી, રીપોટર, નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!