38 C
Gujarat
Sunday, July 12, 2026
Home સત્તા સંગ્રામ 2022 પંચમહાલ: મોરવા હડફ તાલુકામાં અરવિંદ કેજરીવાલની યોજાઈ જંગી સભા, વિધાનસભાની 2022ની ચુટણીમાં...

પંચમહાલ: મોરવા હડફ તાલુકામાં અરવિંદ કેજરીવાલની યોજાઈ જંગી સભા, વિધાનસભાની 2022ની ચુટણીમાં સરકાર બનાવાનો દાવો

0
197

પંચમહાલ,ગોધરા

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખાનપુર મુકામે રાખેલી જાહેર સભામાં દિલ્હીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવત માન હેલિકોપ્ટર દ્વારા ગોધરા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ બાય રોડ મોરવા હડફ ખાતે આવેલા ખાનપુર મુકામે જાહેર સભા સંબોધવા માટે ગયા હતા જ્યાં તેઓનું ભવ્ય જનમેદની વચ્ચે ઉમરકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમને સત્તાધારી પક્ષ ભાજપ પર ભારે પ્રહારો કર્યા હતા. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ એ પોતાના ઉદબોધનમાં કેમ છો? મજામાં છો ત્યાર પછી તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચારે બાજુ ગજબની હવા ચાલી રહી છે જ્યાં જાઓ ત્યાં બસ એક જ ઝાડુ ઝાડુ ચાલે છે અને દરેક લોકો હવે બદલાવ અને પરિવર્તન લાવવા માટે આતુરતાથી રાહ જોઈ રહી છે અને ત્યાર પછી તેઓ જણાવ્યું હતું કે કેન્દ્રમાંથી સરકારે પોતાના ખૂપિયા એજન્સીઓને ગુજરાતમાં મોકલી છે ગુજરાતમાં શું ચાલે છે. કેન્દ્ર સરકારમાંથી આઇબી નામની એજન્સીને મોકલી છે અને ગુજરાતમાં કયા પ્રકારનો માહોલ છે ત્યારે આઇબી એ પોતાનો રિપોર્ટ આપ્યો છે કે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સરકાર બને છે ત્યારે આમ આદમી પાર્ટીના સુપ્રિમોએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં 90 થી 92 સીટો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવે છે ત્યારે વધુમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ વખતે એવો ધક્કો મારો કે ગુજરાતમાં આમ આદમીની પાર્ટીની 150 સીટો આવે.આ કાર્યક્રમમાં પંચમહાલ,મહિસાગર,દાહોદ જીલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો કેજરીવાલને સાભળવા ઉમટી પડ્યા હતા.આપ દ્વારા જાહેર કરવામા આવેલા ઉમેદવારો અને પાર્ટીના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!