“ચા વાળો ચાલશે પણ ચાવડા નહીં ચાલે” કાર્ટૂન વિડીયો વાયરલ.
હિંમતનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની ગઈકાલે કેટલાક આક્ષેપો વાળી પત્રિકા વાયરલ થઈ હતી પરિવારવાદ સહિત અન્ય મુદ્દાઓ લક્ષી પત્રિકાની ચર્ચા સમગ્ર જિલ્લામાં વાયુવેગે પ્રસરી ગઈ હતી. ત્યારે તાજા ઘા ઉપર કાર્ટુન વાળો વિડીયો વાયરલ થતા ભાજપમાં હડકંપ મચ્યો છે.
સોશિયલ મીડિયામાં હિંમતનગરના ધારાસભ્યને લગતો કાર્ટુન વિડીયો વાયરલ થયો છે જેમાં”ચા વાળો ચાલશે પણ ચાવડા નહીં ચાલે”તેવા ઓડિયો સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વિધાનસભાની ચૂંટણીને લઈને પત્રિકા વોરનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હિંમતનગર વિધાનસભાની પત્રિકા વાયરલ થયા બાદ ઈડર વિધાનસભામાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથેની પત્રિકા વાયરલ થઈ હતી જેમાં અશ્વિન પટેલ અને રમણલાલ વોરા સહિત અનેક લોકો સામે પત્રિકામાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરાયો છે.
Home સત્તા સંગ્રામ 2022 હિંમતનગર BJP ધારાસભ્યને “જલે પે નમક “પત્રિકા બાદ હવે કાર્ટુન વિડીયો વાયરલ,...


