37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સાયકલ રેલી યોજાઈ

અરવલ્લી: મોડાસા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સાયકલ રેલી યોજાઈ

0
219

31 મી ઓકટોબર, 2022 સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ (રાષ્ટ્રીય એકતા દિવસ) સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ મનાવવામાં આવે છે. 25 થી 31 ઓકટોબર, 2022 દરમિયાન રાષ્ટ્રીય સ્તરે એકતા માટે એક અઠવાડીયાની લાંબી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે .અરવલ્લી જિલ્લાના મોડાસાના ઓધારી તળાવથી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેનો રૂટ ઓધારી તળાવ થી ટાઉન હોલ, ટાઉન હોલ થી પેલેટ હોટલ, પેલેટ હોટલથી સહયોગ ચોકડી અને સહયોગ ચોકડીથી ઓધારી તળાવ તેની પૂર્ણાહુતી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો અને આ ઝુંબેશને સફળ બનાવી. અરવલ્લી જિલ્લા રમત-ગમત વિભાગ કચેરી દ્વારા આ સાયકલ રેલી યોજવામાં આવી હતી, જેમાં કચેરીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!