38 C
Ahmedabad
Friday, April 19, 2024

મહેન્દ્રસિંહ વાઘેલાએ ઘર વાપસી કરતા ભાજપના નેતાએ ગણાવ્યા રંગ બદલતા કાચિંડા


અરવલ્લી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો આવી ગયો હોય તેવું લાગે છે. ચૂંટણીનો માહોલ હવે ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવી વિગતો અને ઘટનાઓ સામે આવી રહી છે. ભાજપના નેતા મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં ઘર વાપસી કરતા ભાજપના નેતાએ તેમને કાચિંડા ગણાવ્યાહતા. કોંગ્રેસમાં પ્રવેશ લેનાર શંકરસિંહના પુત્રએ કોંગ્રેસ જોઈન્ટ કર્યું એ બાબતે પૂછતાં મહેન્દ્રસિંહ પર આકરા પ્રહારો કર્યા હતા.મોડાસા ખાતે 2 દિવસથી અરવલ્લીની વિધાનસભાની 3 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સેન્સ લેવા માટે નિરીક્ષક તરીકે ઉપસ્થિત પરાક્રમસિંહ જાડેજાને મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ જોઈન્ટ કરી એ અંગે પૂછતાં મહેન્દ્રસિંહ વાઘેલાને કાચીંડા તરીકે ઓળખાવ્યા અને જણાવ્યું કે, જેમ કાચીંડો રંગ બદલતો રહે છે એમ મહેન્દ્રસિંહ પણ રંગ બદલે છે.શુક્રવારના રોજ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાતા મોડાસા કમલમ કાર્યાલય ખાતે ભાજપના નેતા પરાક્રમસિંહે આ નિવેદન આપતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા કેસરિયો રંગ જ ધારણ કરે છે પણ ચૂંટણી આવતા કેટલાક નેતાઓ કાચિંડાની જેમ રંગ બદલતા હોય છે. આ નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો હોય તેવું પણ લાગે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!