મહાદેવ મંદિરના દર્શન આખરી દર્શન બન્યા બંને બાળકો માટે, સાથી બાળકોએ બુમાબુમ કરતા લોકો બચાવે તે પહેલા બંને પાણીમાં ડૂબ્યાઅરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના જામઠા ગામના બાળકો તેમના મિત્રો સાથે માઝુમ નદી કિનારે મહાદેવના દર્શન કરવા જતા નજીકમાં પસાર થતી નદીમાં પાણી વહેતુ જોઈ લલચાઈ પાણીમાં નાહવા પડતા બંને બાળકો પાણીમાં ગરકાવ થઇ જતા પાણીમાં ડૂબી જતા મોત નિપજતા ભારે ચકચાર મચી છે પરિવારજનોમાં માતમ છવાયો છે એક જ પરિવારના બે બાળકો નદીમાં ડૂબી જતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી બંને પરિવારો માટે તહેવારોનો ઉમંગ ઉલ્લાસ માતમમાં છવાતા આભ તૂટી પડ્યું હતું અનુજ પરિવારનો એક-નેક પુત્ર હોવાથી કુળદીપક બુજાયો હતો ધનસુરા પોલીસને જાણ કરતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ધનસુરા તાલુકાના જામઠા ગામમાં રહેતા નીલ ઉર્ફે નિલેશ રીતેશભાઈ સોલંકી તેના પિતરાઈ ભાઈ અનુજ રાહુલભાઈ સોલંકી નામના બાળકો તેમના મિત્રો સાથે કનાલ ગામ નજીક પસાર થતી માઝુમ નદીના કિનારે આવેલ મહાદેવ મંદિરમાં ભગવાન શિવના દર્શન કરવા ગયા હતા માઝુમ નદીમાં પાણી હોવાથી બંને પિતરાઈ ભાઈઓ પાણીમાં નાહવા પડતા પાણીનો વેણ ઉંડો હોવાથી ડૂબી જતા સાથે રહેલા બાળકોએ બુમાબુમ કરી મુકતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા બંને બાળકોની મદદે સ્થાનિક લોકોએ નદીમાં શોધખોળ હાથધરાતા બંને બાળકોના મૃતદેહ મળતા ઘટનાસ્થળે દોડી આવેલા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી
જામઠા ગામના એક જ પરિવારના બે બાળકો નદીમાં નાહવા જતા ડૂબી જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા પરિવારજનોએ આક્રંદ કરી મુકતા કોણ કોને આશ્વાસન આપે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તહેવાર ટાણે ગોઝારી ઘટનાના પગલે બંને પરિવારો પર આભ તૂટી પડ્યું હતું ધનસુરા પોલીસે બંને બાળકોના મૃતદેહને પીએમ માટે ધનસુરા સીએચસીમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
એક જ પરિવારના બે દિપક પાણીમાં ડૂબ્યા : ધનસુરા જામઠા ગામના બે બાળકો માઝુમ નદીમાં ડૂબી જતા મોત, પરિવારજનો શોકમગ્ન,માતમ છવાયો
Advertisement
Advertisement