38 C
Ahmedabad
Thursday, April 25, 2024

ચાણક્ય નીતિમાં આબાદ સપડાતી કોંગ્રેસ..!! : મહેન્દ્રસિંહ વાઘેલાને હોંશે હોંશે આવકાર નાર કોંગ્રેસમાં ડખો,કોંગ્રેસ તૂટવાના ભણકારા


જય અમીન-મેરા ગુજરાત
ભાજપના ચાણક્ય અમિત શાહ સાથે વસાણીયા મહાદેવ મંદિરના દર્શન કર્યા પછી મહેન્દ્રસિંહ વાઘેલાનો કોંગ્રેસ પ્રવેશની સ્ક્રીપટ લખાયાની ચર્ચા
મહેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશથી ગાંધીનગર, દહેગામ અને અરવલ્લી જીલ્લામાં કોંગ્રેસમાં અંદરખાને ભારે કકળાટ
બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ કોંગ્રેસની બેધારી નીતિ સામે નારાજ હોવાની ચર્ચા ગમે ત્યારે છોડી શકે છે પંજોગુજરાત વિધાનસભાની ચૂંટણીના ડાકલા વાગી રહ્યા છે રાજકીય પક્ષોમાં આયારામ ગયારામ ચાલી રહ્યું છે કોંગ્રેસ સતત તૂટી રહી હોવાની સાથે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કેસરિયો ખેસ પહેરી લેતા કોંગ્રેસ નબળી પડી રહી છે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને હાલ ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરનાર પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાના પ્રવેશથી રાજકીય વિશ્લેષકો પણ અંચબિત બન્યા છે બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશને હોંશે હોંશે અવકારનાર કોંગ્રેસના નેતાઓ ચાણક્ય નીતિમાં આબાદ સપડાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે મહેન્દ્ર સિંહ વાઘેલા બાયડ, દહેગામ કે ગાંધીનગરની કોઈ પણ વિધાનસભા બેઠક પરથી વિધાનસભા લડવાની શક્યતાના પગલે કોંગ્રેસના સીટીંગ ધારાસભ્યો અને કાર્યકરોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.કોંગ્રેસના ગઢ અરવલ્લી જીલ્લામાં ત્રણે વિધાનસભા બેઠકો પર મોદી લહેરની અસર નાકાયાબ રહેતા ત્રણે બેઠકો પર કોંગ્રેસ વિજય પ્રાપ્ત કર્યો હતો કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભાજપના ચાણક્ય અમિત શાહે મહેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસમાં ઘર વાપસીની ગુગલી નાખી હોવાની ચર્ચા ચાલી રહી છે જેમાં અષાઢી બીજે એટલે કે ગત જુલાઈ માસમાં મહેન્દ્રસિંહ વાઘેલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પોતાના પૈતૃક વતનમાં આવેલા વાસણિયા મહાદેવનાં દર્શને બોલાવ્યા હતા ત્યારે જ કોંગ્રેસમાં ફૂટ પડાવવા સમગ્ર સ્ક્રીપટ તૈયાર કરવામાં આવી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ મહેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશ પછી બાયડ સીટ પરથી ચૂંટણી લડાવવાની કોંગ્રેસના નેતાઓનો આડકતરો ઈશારો થતા જ દિલ્હી પહોંચ્યા હતા અને હાલ કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હોવાથી રાજીનાનું આપવાની સંભાવના પેદા થતા કોંગ્રેસ ચૂંટણી પહેલા તૂટે તો નવાઈ નહિ..?? કોંગ્રેસ બાયડ પરથી મહેન્દ્રસિંહ વાઘેલાને ચૂંટણી લડાવવી ભારે પડી શકે છે ચૂંટણી પહેલા જ કોંગ્રેસ એક બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે કોંગ્રેસમાં હાલ ઉકળતા ચરૂ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!