30 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : શામળાજી હાઈવે પર ટ્રકમાં ભિષણ આગ, ભારે જહેમત બાદ કાબૂ


અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાહનોમાં આગની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે વધુ એકવાર મોડાસા-શામળાજી સ્ટેટ હાઈવે પર મોડી રાત્રે ટ્રકમાં ભિષણ આગ લાગવાની ઘટના ઘટી હતી. શામળાજી હાઈવે પર મોડાસા તાલુકાના ફૂટા નજીક ટ્રકમાં આગ લાગવાની ઘટના ઘટી હતી, ઘટનાની જાણ થતાં મોડાસા નગર પાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

Advertisement

મોડાસા તાલુકાના ટિંટોઇના ફૂટ નજીક બુધવારના મોડી રાત્રે 11 કલાકના અરસામાં આગ લાગવાની ઘટના ઘટી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ મોડાસા નગર પાલિકા ફાયર વિભાગને કોલ કર્યો હતો. કોલ મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મળવ્યો હતો, જોકે ટ્રકના આગળનો ભાગ બળીને ખાક થઇ ગયો હચો. આગ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી.આ પહેલા મોડાસા નગરના મેઘરજ રોડ પર કારના એન્જિનમાં આગ લાગી હતી, જેની લઇને અફરા-તફરી મચી જવા પામી હતી તો એક દિવસ પહેલા મોડાસાના કેશરપુરા ચોકડી પર વાનમાં આગ લાગતા મોડાસા નગર પાલિકાની ફાયર વિભાગની ટીમે કાબૂ મેળવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!