મોરબીની ઘટનાના આંસુ હજુ સુકાયા નથી ત્યાં તો અરવલ્લી જિલ્લામાં આવી દુર્ઘટનાની રોડ અને બિલ્ડિંગ વિભાગ કંઇક રાહ જોઇ રહ્યું હોય તેવું લાગે છે. કારણ કે, આવા અધિકારીઓને માત્ર ગુલાબી કાગળ વધારે પસંગ છે. અરવલ્લી જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ પુલની હાલત બિસ્માર બની છે ત્યારે મોરબી જેવી હોનારત સર્જાય તો નવાઈ નઈ. ઇસરી થી શામળાજી તરફ જતા નવી ઇસરી કુડોલ ગામ પાસે આવેલ નાના પુલ ઉપરની આજુ બાજુની બન્ને સાઈડની પ્રોટેક્શન દિવાલ જર્જરિત હાલતમાં છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યારથી નવો પુલ બન્યો છે તેના પછી કોઈપણ મરામત કામ થયું જ નથી ત્યારે મોટી હોનારત સર્જાય તેના પહેલા સમારકામ થાય તે જરૂરી છે.
મોરબી ખાતે ઝુલતો પુલ તૂટ્યાની ઘટના ને લઇ સમગ્ર દેશ તેમજ ગુજરાતમાં મોટો પડગો પડ્યો છે અને થયેલી હોનારતે નિર્દોષ લોકોના જીવ લઇ લીધા છે ત્યારે તંત્ર ને હાલ તો જવાદાર ઘણવામાં આવી રહ્યું છે. ત્યારે આવી ઘટનાઓ હવે બીજી કોઈ જગ્યાએ ન બને તે માટે સાવચેતી રાખવી હવે જરૂરી બની છે ત્યારે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં પણ આ મોરબી જેવી ઘટના ના બને તેવા દ્રશ્યો સામે આવ્યા છે કે ઇસરી થી શામળાજી તરફ જતા નવી ઇસરી કુડોલ ગામ પાસે આવેલ વર્ષો જૂનો એક નાનો પુલ આવ્યાં છે જયા એક સમયે ત્યાં પુલ હતો તે તૂટી પડયો હતો અને મોટી દુર્ઘટના સર્જાઈ રહી ગઈ હતી અને એની બાજુમાં નવો પુલ બનાવામાં આવ્યો છે તે પુલ બનાવ્યા ના ઘણા વર્ષો વીતી ગયા પણ આજ દિન સુધી મરામત કામ થયું નથી ત્યારે પુલની ઉપરની બાજુમાં બન્યે બાજુ આવેલ જે પ્રોટેક્શન વોલ આવેલી છે જે સંપૂર્ણ પણે જર્જરિત અને મોટાભાગે તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે વધુમાં એના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે ત્યારે સ્થાનિકો કે જણાવ્યું હતું કે મોરબી ની જે ઘટના બની જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા તેવી ઘટના અહીં આ પુલ પર ના બને અને અગમ ચેતી તંત્ર જાગે અને રીપેરીંગ કરે તે જરૂરી છે આ પુલ પરથી રોજના હજારો સાધનો પસાર થાય છે અને સાઈડો માં જે પ્રોટેક્શન વોલ ને રીપેરીંગ ના કરવામાં આવે તો મોટી દુર્ઘટના બને તેના પહેલા આ પુલ ઉપરની બન્યે બાજુની દીવાલો રીપેરરિંગ કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે.