34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ઇસરી પોલીસે બ્રાહ્મણકોટડા ગામ નજીક ફિલ્મીઢબે પીછો કરી દારૂ ભરેલી...

અરવલ્લી : ઇસરી પોલીસે બ્રાહ્મણકોટડા ગામ નજીક ફિલ્મીઢબે પીછો કરી દારૂ ભરેલી ઝાયલો ગાડી ઝડપી,1.35 લાખનો દારૂ જપ્ત

0

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે ઇસરી પોલીસે છિકારી ગામ નજીકથી દારૂ ભરેલી ઝાયલો જીપનો ફિલ્મીઢબે પીછો કરી બ્રાહ્મણકોટડા ગામ નજીક ખેતરમાંથી 1.35 લાખનો દારૂ સાથે ઝડપી લીધી હતી બુટલેગર ખેતરમાં છું થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ઈસરી પીએસઆઈ વી.એસ.દેસાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગ કરતી છિકારી ગામ નજીક પહોંચતા રાજસ્થાન તરફથી ઝાયલો કારમાં દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા પોલીસે ઝાયલોને અટકાવાનો પ્રયાસ કરતા બુટલેગરે ઝાયલો ગાડી હંકારી મુકતા પોલીસે જીપમાં પીછો કરતા રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા બુટલેગરે પોલીસને ચકમો આપવા અંતરિયાળ નાળીયામાં દોડાવતા ગાડી રોડ પર ઉતરી જતા પીછો કરતી પોલીસ આવતા બુટલેગર ખેતરોમાં ફરાર થઇ ગયો હતો લોકોના ટોળેટોળા ઉમટ્યા હતાઇસરી પોલીસે ખેતરમાં ફસાયેલી ઝાયલો ગાડીને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢી ગાડીમાં સંતાડેલ વિદેશી દારૂની 42 પેટી કી.રૂ.135600/- સહીત રૂ.4.35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!