33 C
Ahmedabad
Saturday, April 20, 2024

ઈન્દ્રનીલ રાજ્યગુરૂ હવે કોંગ્રેસના ભૂતપૂર્વ નહીં પરંતુ વર્તમાન નેતા, ઘરવાપસી કરતા પ્રદેશ પ્રમુખે ખેસ પહેરાવ્યો


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટી બદલવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે કેટલાક નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જઇ રહ્યા છે તો કેટલાક નેતાઓ કોંગ્રેસ છોડી આપમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી જાહેર થયા પહેલા કેટલાય નેતાઓએ આપ પાર્ટીમાં જોડાયા હતા, તેમાંના એક ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પણ હતા. પણ હવે ઈન્દ્રનીલ રાજ્યગુરૂ હવે કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા નહીં પરંતુ વર્તમાન નેતા થઇ ગયા છે, કારણ કે, તેમણે આમ આદમી પાર્ટી છોડીને ઘરવાપસી કરી છે.

Advertisement

આમ આદમી પાર્ટીએ આજે મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીને પ્રોજેક્ટ કરતાની સાથે જ સંગઠનમાં અસંતોષની આગ ભડકી ઉઠી છે. જેને લઇને ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટી છોડી ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ઈન્દ્રનીલ રાજ્યગુરૂને ખેસ પહેરાવી ફરીથી આવકાર્યા હતા.

Advertisement

ગુજરાતનાં સૌથી ધનવાન રાજનેતાઓ પૈકી એક પૂર્વ કોંગ્રેસી કાર્યકર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આજે અચાનક આમ આદમી પાર્ટી છોડીને ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી સાથે નાનકડો પ્રવાસ કરીને ફરી એકવાર કોંગ્રેસમાં તેઓ જોડાઇ ગયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!