અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે મોડાસા શહેરમાં કસાઇઓ બેફામ બની ગાયોની ચોરી કરી કતલખાને ધકેલી દેતા હોવાના અનેક કિસ્સાઓ બનતા રહે છે મોડાસા શહેરના ભાવસારવાડામાં રહેતા પશુપાલકની ગાયની ચોરી થતા પશુપાલકે ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસે શહેરના કસ્બા વિસ્તાર નજીક પસાર થતી માઝુમ નદીના કિનારે ઢાળમાં બાંધેલી 8 ગાયોને બચાવી લીધી હતી પોલીસે રેડ કરતા ત્રણ કસાઈઓ રફુચક્કર થતા ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
મોડાસા શહેરના ભાવસાવાડા વિસ્તારમાં રહેતા હિતેશ સાગરભાઈ રબારીની ગાયની ચોરી થતા ચોકી ઉઠ્યા હતા અને ગાયની શોધખોળ હાથધરાતા કસાઈઓએ માઝુમ નદીના કિનારે ચોરી કરેલી ગાય બાંધી હોવાની જાણ થતા તાબડતોડ ટાઉન પોલીસને જાણ કરી હતી ટાઉન પોલીસનો કાફલો કસ્બા નજીક પસાર થતી માઝુમ નદીના કિનારે કોમ્બિંગ કરતા 8 ગાય મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી પોલીસે માઝુમ નદીના કિનારે સંતાડેલ 8 ગાયને કતલખાને જતા બચાવી લીધી હતી 1.40 લાખ રૂપિયાના 8 પશુઓએ બચાવી લેતા ટાઉન પોલીસની કામગીરીની પશુપાલકો અને જીવદયાપ્રેમીઓએ સરાહના કરી હતી
મોડાસા ટાઉન પોલીસે હિતેશભાઈ સાગરભાઈ રબારીની ફરિયાદના આધારે મોડાસાના ખાટકીવાસમાં રહેતા યુનુસ ખાટકી,નાજીર ખાટકી અને સિદ્દીક ખાટકી સામે ઇપીકો કલમ-379 અને 114 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી: મોડાસામાં 8 ગાયની ચોરી કરી કસાઇઓઓ કતલખાને લઇ ગયા, માઝૂમ નદીના ઢાળે સંતેળેલી ગાયોને પોલિસે બચાવી, કસાઈઓ ફરાર..!!!
Advertisement
Advertisement