32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines AAP ના CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે, તે અટકળોનો...

AAP ના CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે, તે અટકળોનો આવ્યો અંત

0
148

આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને સીએમ પદના ચહેરા માટે પસંદ કર્યાં બાદ તેઓ કઇ બેઠક પરથી લડશે તેની ચર્ચા થઇ રહી હતી. ઇસુદાન ગઢવી દ્રારકા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરાઇ છે.

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરવા માટે વોટ્સએપ પોલ કરાવ્યો હતો. આ પોલમાં ગોપાલ ઈટાલિયા કરતાં વધારે મત મળતાં ઈસુદાનને મુખ્યમંત્રુ પદના ઉમેદવાર જાહેર કરાયા છે. આ પહેલાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ બેઠક પરથી જ્યારે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતારી ચૂકી છે.

ઉલ્લેખનિય છે કે, દ્વારકા બેઠક પરથી ભાજપે પબુભા માણેકને ઉતાર્યા છે, તો બીજી તરફ દ્વારકા પર કોંગ્રેસનું કોકડું ગુચવાયું છે. ઉલ્લેખનિય છે કે, ઇસુદાન ગઢવીનું તેના સમાજ પર વધુ પ્રભુત્વ છે. સૌરાષ્ટ્રના ગામડા સાથે તેમની તેમના સમાજમાં પણ લોકપ્રિયતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!