32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines બાયડ બેઠક પર કોકડું ગૂંચવાયું, ધવલસિંહનું પત્તુ કપાતા, અપક્ષમાંથી લડશે કે શું...

બાયડ બેઠક પર કોકડું ગૂંચવાયું, ધવલસિંહનું પત્તુ કપાતા, અપક્ષમાંથી લડશે કે શું ?

0
317

અરવલ્લી જિલ્લામાં સૌથી રસપ્રદ ચૂંટણી બાયડ વિધાનસભા બેઠક છે. વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે કોકડું ગૂંચવાયું છે. કોંગ્રેસમાં પહેલેથી જ ટિકિટને લઇને નારાજગી ચાલી રહી હતી તો ભાજપે ભીખીબહેન પરમારને ટિકિટ આપતા આ બાજુ ધવલસિંહ ઝાલા તેમજ તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે.

કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય જશુ પટેલ ઘણાં સમયથી બાયડ-માલપુર બેઠક પર કામગીરી કરતા હતા અને લોકચાહના હતી જોકે કોંગ્રેસ અચાનક મહેન્દ્રસિંહ વાઘેલાની ઘરવાપસી કરાવતા જશુ પટેલ પણ નારાજ ચાલતા હતા, હવે ભાજપે એકદમ નવો જુનો પણ ચર્ચામાં ન હોય તેવો ચહેરો જાહેર કરતા જ ભાજપમાં આંતરિક ડખો ચાલી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપે બાયડ માલપુર બેઠક પર ભીખીબેન પરમારને ટિકિટ આપતા હવે આ બાજુ ધવલસિંહ ઝાલા નારાજ ચાલી રહ્યા છે. ઠાકોર સેનાએ ગઇકાલે ધવલસિંહ ઝાલાના કાર્યાલય ખાતે એકત્રિત થઇને નારાજગી દર્શાવી હતી, ત્યારે હવે બાયડ બેઠક પર ધલસિંહ ઝાલા અપક્ષમાંથી ચૂંટણી લડશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

હોંશે હોંશ કૉંગ્રેસનો અધવચ્ચે હાથ છોડી ભાજપમાં જોડાનાર ધવલસિંહ ઝાલા હવે સમર્થકોના સહારે ક્યાં સુધી પહેંચશે તે તો સમય જ બતાવશે, પણ હાલ તો સૂડી વચ્ચે સોપારી જેવી હાલત જેવી હાલત બની હોવાની લોકચર્ચાએ જોર પકડયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!