મોડાસા મેડિકલ સોસાયટી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, મોડાસાના સંયુક્ત ઉપક્રમે એક મોટીવેશનલ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું. લેખક,કેળવણીકાર અને મોટીવેશનલ સ્પીકર ડો. સંતોષ દેવકર મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. મેડિકલ એસોસિએશનના ડો. કેતન સુથાર, ડો. વિપુલ પટેલ , ડો. નરેશ જોષી ડો. ચિરાગ દરજી વગેરે એ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું. કાર્યક્રમનો વિષય કુછ તો લોગ કહેંગે રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ડો. દેવકરે પોતાના વક્તવ્યમાં રિગ્રેટ્સ ઓફ માય લાઈફની સુંદર વાતો કરી હતી .અને ઉમેર્યું હતું કે પોતાનું ધાર્યું જ કરવામાં મજા છે, બાકી લોકો તો બોલવાના જ છે. જીવનમાં માત્ર પૈસાજ એકમાત્ર જરૂરિયાત નથી તે સિવાય પણ ઘણું બધું છે.
આમ કરશો તો પણ લોકો બોલશે અને તેમ કરશો તો પણ લોકો બોલશે, કંઈ જ નહીં કરો તો પણ લોકો બોલશે. 200 ઉપરાંત લોકોએ આ કાર્યક્રમ માણ્યો હતો. અને સૌ મોટીવેટ થયા હતા. સૌ શ્રોતા જનોના ચહેરા પર પ્રસન્નતા નજરે પડતી હતી. ડો. કંદર્પ પ્રજાપતિ, ડો. હરિભાઈ પટેલ, ડૉ. ઘનશ્યામભાઈ શાહ વગેરે જાણીતા તબીબો ફેમિલી સાથે હાજર રહ્યા હતા.
મોડાસામાં ડો. સંતોષ દેવકરનું મોટિવેશનલ વ્યાખ્યાન યોજાયું
Advertisement
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -