33 C
Ahmedabad
Friday, March 29, 2024

ભિલોડામાં ઉત્તર ગુજરાતની જ્ઞાન શાળાઓનો ભવ્ય એક દિવસીય સંસ્કાર નિર્માણ શિવિર યોજાયો


બાળકોમાં સારા સંસ્કાર આજના યુગની જરૂરિયાત છે -ડોક્ટર મુનિશ્રી મદનકુમાર જી
ભિલોડા નું ચોમાસુ ભવ્ય, ઐતિહાસિક અને સફળ રહ્યું -ડોક્ટર મુનિશ્રી મદનકુમાર જી

Advertisement

મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજી ના શિષ્ય ડોક્ટર . મુનિશ્રી મદનકુમારજીના સાન્નિધ્યમાં અને શ્રી સિદ્ધાર્થ કુમારજીના નિર્દેશનમાં અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ઉત્તર ગુજરાતની જ્ઞાન શાળાઓનો ભવ્ય એક દિવસીય સંસ્કાર નિર્માણ શિવિર યોજાયો.ભિલોડા નગરી જ્ઞાન શાળા નગરી બની ગઈ .સવારના ૭:૦૦ વાગે થી સાંજના ૭:૦૦વાગ્યા સુધી યોજાયેલ આ શિવિર માં કચ્છ ,સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર ,મહીસાગર વગેરે ૭ જિલ્લાઓની ૧૪ જ્ઞાનશાળા લુણાવાડા, મેઘરજ, મોડાસા, ભિલોડા, બડોલી, ઇડર, ખેડબ્રહ્મા, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, પાલનપુર, ગાંધીધામ, ડીસા, ધાનેરા ના બાળકોએ ઉત્સાહ અને ઉમંગથી પરિશ્રમ (મહેનત )કરીને પ્રદર્શની અને પ્રસ્તુતિમાં ભાગ લીધો.

Advertisement

Advertisement

પ્રદર્શની માં પહેલો,બીજો,અને ત્રીજો નંબર અનુક્રમે ડીસા, ગાંધીધામ અને ધાનેરા નો રહેલ અને પ્રસ્તુતિમાં પહેલો,બીજો અને ત્રીજો નંબર અનુક્રમે ભીલોડા, ખેડબ્રહ્મા અને હિમંતનગર નો રહેલ. તેમનું મોમેન્ટો દ્વારા સમ્માન કરવામાં આવેલ. શિવિર માં ભાગ લીધેલ દરેક બાળકોને પ્રોત્સાહન ઇનામ પણ તેરાપંથી ઉપસભા અને તેરાપંથી મહિલા મંડળ દ્વારા આપવામા આવેલ. કુલ મળીને લગભગ ૨૫ ગામો અને શહેરોના શ્રાવક- શ્રાવિકાઓ એ પણ આ શિવિર માં ભાગ લીધો .જેમાં પાંડરવાડા, માલપુર, ખેરંચા, ગોજારીયા, ચલથાણ, ચીખલી, સુરત, ડુંગરી અમદાવાદ અને બરોડાના હતા. સુરત થી જ્ઞાન શાળાના પ્રભારી અને સંયોજક અને ઉપસંયોજક અને નવ ભાઈ- બહેનોની ટીમે પણ શિવિર માં ભાગ લીધો. ઉત્તર ગુજરાતની આટલી બધી જ્ઞાન શાળાઓનો એકસાથે આ પ્રકારનો પહેલો કાર્યક્રમ યોજાયો એમ કહી શકાય. શિબિરમાં પોતાના વિચારો રજુ કરતા ડોક્ટર મુનીશ્રી મદનકુમારજી એ કહ્યું કે બાળકોમાં સારા સંસ્કાર આજના યુગની જરૂરિયાત છે. સંસ્કાર નિર્માણ વગર નું જીવન અધુરુ છે.ભિલોડામાં ચોમાસાની પૂર્ણાહુતિ પર યોજાયેલ મંગલ ભાવના ના કાર્યક્રમમાં મુનીશ્રી એ કીધું કે ભિલોડા નું ચોમાસુ ભવ્ય, ઐતિહાસિક અને સફળ રહ્યું
.મુની શ્રી એ ભિલોડા થી વિહાર કરી બડોલી થઇ ઇડર તરફ જવાનો કાર્યક્રમ બનાવ્યો છે. દાહોદ – બરોડા થી આવેલ બાળકોએ મીડ બ્રેઇન એક્ટિવિટી અને ડેગાના સુરતથી આવેલ બાળકીએ યોગા ની અદભુત પ્રસ્તુતિ આપેલ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!