37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસાના બડોદરા ગામે દીકરીના જન્મ પર સરપંચની અનોખી ઉજવણી

અરવલ્લી : મોડાસાના બડોદરા ગામે દીકરીના જન્મ પર સરપંચની અનોખી ઉજવણી

0
893

કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો, બેટી વધાવો અને બેટી બચાવોનું સૂત્ર આપવામાં આવ્યું છે, જેને આગળ ધપાવતા અને અન્ય લોકો માટે પ્રેરણારૂપ સાબિત થાય તે માટે એક નવી પહેલ જોવા મળી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બડોદરા ગામે સરપંચ દ્વારા હોળી – ધુળેટીના પર્વ પર ગામમાં જે ઘરે દીકરીનો જન્મ થયો હોય તેમને 1001 રૂપિયા રોકડા તેમજ પ્રથમ હોળીની જેમ માટે ભૂટરૂપી પતાશા, ખજૂર આપી દીકરીઓને વધાવી હતી.

બડોદરા ગૃપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કિર્તીબહેન પટેલની આ અનોખી પહેલથી ગ્રામજનોમાં પણ એક ઉમંગ જોવા મળ્યો હતો. હોળી – ધુળેટી પહેલા બાળકનો જન્મ થાય ત્યારે પ્રથમ હોળી પર જેમ યોજવામાં આવતો હોય છે ત્યારે જે ઘરે દીકરીનો જન્મ થયો હોય તેવા પરિવારજનોને ગામના મહિલા સરપંચે બાળકીઓને વધાવી લીધી અને જેમ માટે ઉજવણી કરવા 1001 રૂપિયા તેમજ જેમનની ઉજવણીમાં વપરાતી સામગ્રી ભેટ સ્વરૂપે આપીને રંગોના પર્વની ઉજવણી કરી હતી.

મહિલા સરપંચ કિર્તીબહેન પટેલ દ્વારા ઘરે-ઘરે પહોંચીને ગામમાં ભણતરનું મહત્વ, સરકાર ની વિવિધ યોજનાઓને ગ્રામજનો સુધી પહોંચાડી હતી. આ સાથે જ ગામ માં પડતી મુશ્કેલી નિવારવા પગલાં લેવાની પણ બાંયધરી આપી હતી.
સરપંચના આ ઉમદા કાર્યને ગ્રામજનોએ સરાહના કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી, જેમાં અશ્નીનભાઈ પટેલ, વિજયકુમાર રાઠોડ, કનુભાઈ પરમાર, જગદીશભાઈ શીવાભાઈ, પટેલ દિનેશભાઈ વાલાભાઇ, ડેપ્યુટી સરપંચ જેલીબેન હાજરી આપેલ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!