asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

અરવલ્લી : મોડાસા સખી વન સ્ટોપમાંથી સગીરાનું અજાણ્યા યુવકે અપહરણ કરતા ચકચાર, સગીરા વોશરૂમ ગઈને ત્યાંથી ભાગીનું રટણ


ગુજરાતમાં નારી સંરક્ષણ ગૃહ અને બાળ ગૃહમાંથી છોકરીઓ નાસી ગઈ હોવાના કિસ્સા સમયાંતરે બનતા રહે છે મોડાસા ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સમાં સગીરાને તેના પિતાએ ગળે બ્લેડ મારી હત્યાના પ્રયાસની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે મોડાસામાં આવેલા સખી વન સ્ટોપ માંથી 17 વર્ષીય સગીરાનું અજાણ્યો ઈસમ અપહરણ કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી છે મોડાસા ટાઉન પોલીસે ગુન્હો નોંધી કેસની તપાસ સીપીઆઈ મોડાસાને સોંપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા શહેરની અમરદીપ સોસાયટીમાં આવેલા સખી વન સ્ટોપમાં મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીરાને પ્રેમ સબંધના લીધે રાખવામાં આવી હતી બુધવારે સગીરા સખી વન સ્ટોપ માંથી વોશરૂમ જવાનું કહી વોશરૂમમાં જતા કોઈ અજાણ્યો યુવક 17 વર્ષીય સગીરાનું અપહરણ કરી ફરાર થઇ જતા સખી વન સ્ટોપમાં ફરજ બજાવતા મહિલા સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો સખી વન સ્ટોપના સ્ટાફે ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસ તાબડતોડ ધસી આવી હતી સખી વન સ્ટોપમાંથી સગીરાનું અપહરણ થતા ફરજ પરના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી છે. મોડાસા ટાઉન પોલીસે વિક્રમબા જાડેજાની ફરિયાદના આધારે સગીરાનું અપહરણ કરનાર અજાણ્યા ઈસમ સામે અપહરણનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!