અરવલ્લી જિલ્લાનું મુખ્યમથક મોડાસા શહેર શૈક્ષણિક નગરી તરીકે સમગ્ર રાજ્યમાં જાણીતું છે ત્યારે ધીરે ધીરે રમત-ગમત ક્ષેત્રે પણ મોડાસા ના વિદ્યાર્થીઓ રાજ્ય લેવલે અને દેશમાં વિવિધ રમતોમાં કૌવત દેખાડી મોખરાનું સ્થાન મેળવી જિલ્લા સહીત મોડાસાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી ગૌરવ વધારી રહ્યા છે કચ્છના ગાંધીધામમાં ચાલી રહેલી સ્ટેટ ચેમ્પિયનશિપ ટેબલ ટેનીસ સ્પર્ધામાં અરવલ્લી જીલ્લાના ચાર ખેલાડીઓએ અંડર-19માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી રાજ્યમાં જીલ્લાનું નામ રોશન કર્યું છે.કચ્છના ગાંધીધામ ખાતે યોજાયેલ સ્ટેટ ચેમ્પિયનશિપ ટેબલ ટેનિસ રમતમાં અરવલ્લી જીલ્લાનું પ્રતિનિધત્વ કરતા જન્મેજય પટેલ, અરમાન શેખ,હર્ષવર્ધન પટેલ અને નકુલ પટેલે ખેલાડીઓએ કોચ મહાવીરસિંહ કુંપાવતના માર્ગદર્શન હેઠળ ઉત્કર્ષ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરતા જીલ્લા રમત ગમત અધિકારી મઝહર સુથાર,જીલ્લા ટેબલ ટેનિસ એશો. પ્રમુખ ઋજુલ પટેલ અને જીલ્લાના ખેલાડીઓએ અભિનંદન આપ્યા હતા
ટેબલ ટેનિસમાં અરવલ્લીનો દબદબો : ગાંધીધામમાં યોજાયેલ સ્ટેટ ચેમ્પિયનશિપ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો
Advertisement
Advertisement
Advertisement