33 C
Ahmedabad
Friday, March 29, 2024

પંચમહાલ: જીલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ ખાતુભાઈ પગી ભાજપ છોડીને કોગ્રેસમાં જોડાયા


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ કોગ્રેસ સહિત અન્ય પક્ષો દ્વારા નામોની જાહેરાત કરી દેવામા આવી રહી છે.પંચમહાલ જીલ્લાના શહેરા વિધાનસભામાં આ વખતે ફરી 6 વાર સીટીંગ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને આપવામા આવી છે. અને ક્ષત્રિય સમાજના અગ્રણી અને જીલ્લા પંચમહાલ જીલ્લા પંચાયતના માજી પ્રમુખ તેમજ અને તાલુકા પંચાયતના પ્રમુખ ખાતુભાઈ પગીએ પણ ટીકીટ માંગી હતી,ક્ષત્રિય સમાજના મતદારોની એક લાખથી વધુ થાય છે.આથી તેના આધારે ક્ષત્રિય સમાજને નેતૃત્વ મળવુ જોઈએ.પણ ભાજપે ફરી હાલના ધારાસભ્યને રીપીટ કર્યા છે,જેના કારણે દાવેદાર સહિત અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.આ મામલે ભાજપાને ઉમેદવાર બદલવામા આવે તેવી પણ રજુઆત કરવામા આવી હતી.આ બધા માહોલની વચ્ચે શહેરા નવા રાજકીય સમીકરણો બદલાયા છે.જેમા ખાતુભાઈ પગીએ ભાજપને છોડીને કોગ્રેસનો ખેસ પહેરી લીધો છે. અમદાવાદ ખાતેના કોગ્રેસ મુખ્યાલય ખાતે કોગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં ખેસ પહેર્યો હતો, ખાતુભાઈની સાથે અન્ય કાર્યકરો કોગ્રેસમાં જોડાયા હતા.હવે જોવાનુ એ રહ્યુ કે શહેરા વિધાનસભા બેઠક માટે કોગ્રેસ દ્વારા ટીકીટ જાહેર કરવાની વાર છે.ત્યારે કોગ્રેસ ટીકીટ આપે છે તેની પર સૌની નજર રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!