વિધાનસભાની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ મતદારોનો રોષ અને તેમની બાકી રહી ગયેલી માંગણીઓને લઇને રોષ ઠાલવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાની 31, મોડાસા વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર સામે લોકોની નારાજગી સ્પષ્ટપણ જોવા મળે છે એટલું જ નહીં કોંગ્રેસના કાર્યકરો પણ નારાજ હોય તેવું સ્પષ્ટ લાગે છે. આઝાદીના દાયકાઓ પછી પણ બોરડી ટાંડામાં જવાનો રસ્તો બિસ્માર છે, જેથી રાત્રીના સમયે ગામમાં જવું મુશ્કેલ પડે છે.બોરડી ટાંડા સહિતના વિસ્તારો એ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરનું મોસાળ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું જોકે, મામાના ગામમાં જ વિકાસથી લોકો વંચિત રહી જતાં હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. મોડાસાથી માત્ર 8 થી 9 કિ.મી. દૂર બોરડી ટાંડામાં રોડ-પાણી તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતા મોડી રાત્રે ગ્રામજનોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો અને આ વખતે રાજુભાઈ નહીં.. નહીં.. ના નારા લગાવ્યા હતા. એટલું જ નહીં મહિલાઓ તો એટલી હદે નારાજ હતી કે, કહેવું મુશ્કેલ છે. એક મહિલાએ તો એટલે સુધી કહી દીધુ કે, જ્યારે ચૂંટણી આવે ત્યારે મત લેવા આવે એટલે પગ પકડી લેતા હોય છે અને જીતી જાય એટલે તમે કોણ અને અમે કોણ, તેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે.
મોડાસાથી બોરડી ટાંડા જવોના માર્ગ પાક્કો છે પરંતુ બોરડી ટાંડાના તલાવવાળી ફળીમાં જવા માટેનો રસ્તો આઝાદીના સાત દાયકા પછી પણ બિસ્માર છે, પણ બે ટર્મથી ચૂંટાઈ આવતા ધારાસભ્ય પાસે સમય જ ન હોય તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ સાથે જ કોઇપણ ઉમેદવાર કે પક્ષ પ્રચાર પ્રસાર કરવા માટે બોરડી ટાંડામાં જશે તો સ્થાનિક લોકોના વિરોધનો સામનો પણ કરવો પડી શકે છે. કેટલાક મતદારોએ તો એમ પણ કહ્યું કે, ધારાસભ્ય માત્ર મીઠી વાતો કરીને હસી કાઢે છે, પણ કામ કોઇ જ થયા નથી.
અરવલ્લી: મોડાસાના બોરડી ટાંડામાં મહિલાઓનો રોષ સાતમા આસમાને, કહ્યું, ચૂંટણી આવે ત્યારે પગ પકડે છે, પછી….
Advertisement
Advertisement