29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ભાજપે વધુ 6 ઉમેદવારોની યાદી જાહેર કરી, કોને મળી ટિકિટ વાંચો

ભાજપે વધુ 6 ઉમેદવારોની યાદી જાહેર કરી, કોને મળી ટિકિટ વાંચો

0
174

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાના વધુ 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલા ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ત્યારે આજની નવી યાદીમાં ધોરાજી, ખંભાળિયા, કુતિયાણા, ભાવનગર પૂર્વ, ડેડિયાપાડા, ચોર્યાસી બેઠકો પરથી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આમ ભાજપ દ્વારા અત્યાર સુધીમાં કુલ 166 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.

ભાજપે આ વખતે ધોરાજી બેઠક પરથી મહેન્દ્રભાઈ પાડલિયાને ટિકિટ આપી છે. ત્યારે ખંભાળિયાની બેઠક પરથી મુળુભાઈ બેરા, કુતિયાણાથી ઢેલિબેન ઓડેદરા, ભાવનગર પૂર્વથી સેજલબેન પંડ્યા જ્ઓ ભાવનગરમાં શહેર ભાજપના પ્રમુખ રાજીવ પંડ્યાના પત્ની છે. ડેડિયાપાડાથી હિતેશ વસાવા તથા ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!