વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે બુટલેગરો દેશી-વિદેશી દારૂની રેલમછેલ કરવા અધીરા બન્યા છે ઉમેદવારો મતદારોને રીઝવવા વિદેશી દારૂની નદીઓ વહાવતા હોવાનું જગજાહેર છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર સઘન પેટ્રોલિંગ અને વાહનોનું ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરી બુટલેગરો પર તવાઈ બોલાવી છે જીલ્લા એલસીબી પોલીસે ગાજણ ટોલપ્લાઝા નજીક લકઝરી બસની ડેકીમાંથી 85 હજારનો દારૂ સાથે બે ખેપિયાને દબોચી લીધા છે શામળાજી પોલીસે શાકભાજીની આડમાં બે પીકઅપ ડાલા ભરેલ 8.91 લાખનો દારૂ ઝડપી લીધો છે.
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે ગાજણ ટોલપ્લાઝા નજીક વાહનોનું ચેકીંગ હાથધરતા રાજસ્થાનથી લકઝરી બસમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા સતર્ક બની બાતમી આધારિત લકઝરી બસ આવતા અટકાવી તલાસી લેતા પાછળ ડેકીમાં માલસામાનની આડમાં સંતાડેલ વિદેશી દારૂના પાઉચ નંગ-858 કીં.રૂ.85800/-ન જથ્થો જપ્ત કરી બસના ડ્રાઇવર પ્રભુ ગોવિંદ પ્રજાપતિ અને તેજસિંહ નાથુસિંહ રાજપૂતને દબોચી લઇ વિદેશી દારૂ, લકઝરી બસ, મોબાઈલ મળી કુલ.રૂ.15.91 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
શામળાજી પોલીસે બે પીકઅપ ડાલામાં શાકભાજીની આડમાં ઘુસાડાતો વિદેશી દારૂનો 8.91 લાખ દારૂ સહીત રૂ.19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 3 બુટલેગરોને દબોચી લઇ ફરાર બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા