વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ઉમેદવારોમાં નારાજગી પણ સામે આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ કંઇક આવું જોવા મળી રહ્યું છે. સંખેડા જિલ્લામાં પણ રાકેશ ધનુભાઈ રાઠવા હવે અપક્ષમાંથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે, આ માટે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાઈરલ થયો છે.
આવનારી વિધાન સભા માં હું તમારો હિંદુવાદી વિચારધારા ધરાવતો તમારો પનોતો પુત્ર, રાકેશ ભાઈ ધનુભાઈ *રાઠવા (રાનેડા) અપક્ષ માં ચૂંટણી લડવા જય રહ્યો છું. તમારો સાથ આને સહકાર ની અપેક્ષા છે કારણ કે
ક્યા સુધી… વેઠીસુ….માટે સંખેડા વિધાનસભા માં મને મત આપી આપવી મારી નહિ પણ તમારી જીત થાય આપણા વિચારધારા ની જીત થાય તે હેતુ થી તમારા બધા ના સાથ સહકરથી આપડે રાજસત્તા ઉપર ધર્મસત્તા નો પરચમ લહેરાવા નો છે…. માટે હું ફોર્મ ભરવા જઈ રહ્યો છું આપનો સાથ સહકાર ની અપેક્ષા
સોશિયલ મીડિયા પર થયેલા વાઈરલન મેસેજ ને લઇને હવે જોવું રહ્યું કે, જો અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવે તો ફાયદો કોને અને નુકસાન કોને થશે તે જોવું રહ્યું.
અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર