36 C
Ahmedabad
Friday, March 29, 2024

દ્વારકાથી નહીં… હવે ખંભાળિયાથી ચૂંટણી લડશે ઇસુદાન ગઢવી, અરવિંદ કેજરીવાલની જાહેરાત


આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર ઇસુદાન ગઢવી હવે ખંભાળિયાથી ચૂંટણી લડશે, આ અંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે. ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આખરે આતુરતાનો અંત લાવતા ખંભાળીયા સીટની જાહેરાત કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી લખ્યું કે, ઇસુદાન ગઢવી મુખ્યત્વે પત્રકાર અને ખેડૂતી વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ભગવાન કૃષ્ણણની પાવન ભુમિ પરથી ગુજરાતને એક ખુબ જ સારા નેતા અને મુખ્યમંત્રી મળવા જઇ રહ્યા છે.

Advertisement

Advertisement

આ પહેલા ઇસુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડવાના હોવાની અટકળો ચાલતી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ વાઈરલ થતીં હતી જોકે હવે ઇસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે.

Advertisement

14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા
ઈસુદાન ગઢવી કે જેઓ નેતા બન્યા તે પહેલા એક પત્રકાર હતા. તેઓ 16 વર્ષ સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા રહ્યા હતા. તેઓ ગુજરાતના લોકપ્રિય એન્કર તેમજ ખેડૂત વર્ગ તથા ગ્રામ્ય ક્ષેત્રમાં મજબુત પક્કડ ધરાવતા હતા. મહામંથન શોને લોકોમાં ભારે લોકપ્રિય હતો. ઈસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ ‘મહામંથન’થી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. ઈસુદાન ગઢવીએ પોતાની સ્પષ્ટ છબીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની ઓળખ બનાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!