વિધાનસભાની ચૂંટણીને લઇને મોડે મોડે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે રવિવારે પહેલા 6 ઉમેદવારોની યાદી અને ગણતરીના કલાકો પછી બીજી 36 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરનું નામ આવતા જ કાર્યકરોમાં ખુશી પ્રસરી હતી.રવિવાર મોડી રાત્રે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરાના મોડાસા ખાતેના નિવાસસ્થાને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો. જિલ્લા, તાલુકા અને ગ્રામ્યના આગેવાનો તેમના ઘરે પહોંચ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજેન્દ્રસિંહ ઠાકોરના પત્ની મેહુલાબહેને તેમનુ કુંમકુમ તિલક કરીને જીત માટેનું રાજતિલક કર્યું હતું.
રાજેન્દ્રસિંહ ઠાકોર વર્ષ 2012 માં પ્રથમવાર કોંગ્રેસે ટિકિટ આપી હતી તે સમય દરમિયાન ભાજપના સીટિંગ ધારાસભ્ય દીલપસિંહ પરમાર સામે જીત મેળવી હતી ત્યારબાદ વર્ષ 2017માં ભાજપના ઉમેદવાર ભીખુસિંહ પરમાર અને કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર વચ્ચે સીધો જંગ હતો, તેમાં પણ રાજેન્દ્રસિંહ ઠાકોરની જીત થઇ હતી. હવે વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ રાજેન્દ્રસિંહ ઠાકોરને કોંગ્રેસ પાર્ટીએ રીપિટ કરતા કાર્યકરો અને પરિવારજનોમાં ખુશી પ્રસરી હતી.
‘રાજ’તિલક : મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર રીપિટ, બે ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય
Advertisement
Advertisement