27 C
Ahmedabad
Wednesday, April 24, 2024

કોંગ્રેસ પાર્ટીની નવી 6 ઉમેદવારોની યાદી જાહેર, અરવલ્લીનું કોકડું ગૂંચવાયું, એકેય બેઠક ગુમાવવા નથી માંગતી કોંગ્રેસ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ પાર્ટીએ નવી 6 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ધ્રાગંધ્રા થી છત્રસિંહ એસ.ગુંજારિયા, મોરબી થી જ્યંતિ પટેલ, રાજકોટ પશ્ચિમ થી મનસુખ કલારિયા જામનગર ગ્રામ્ય થી જીવન કુંભારિયા, ગારિયાધારથી દિવ્યેશ ચાવડા અને બોટાદ બેઠક પરથી રમેશ મેરની જગ્યાએ મનહર પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસ પાર્ટી આ વખતે વિચારી-વિચારીને ઉમેદવારોની યાદી જાહેર કરતી હોય તેવું લાગે છે, પણ એકમાત્ર અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક પર કોંગ્રેસ સત્તા પર છે ત્યારે હજુ સુધી ઉમેદવારોના નામની જાહેરાત નથી કરાઈ.

Advertisement

Advertisement

વિધાનસભાની ચૂંટણીને લઇને વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને રીપિટ કરવા કે નહીં તેના પર મંથન ચાલતું હોવાની અટકળો ચાલી રહી હોવાની સુત્રો તરફથી માહિતી મળી રહી છે. આ પહેલા મધુસુદન મિસ્ત્રીએ રાજેન્દ્રસિંહ ઠાકોરના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પણ હજુ સુધી અરવલ્લી જિલ્લાની એકેય બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ નથી ત્યારે એવી અટકળો ચાલી રહી છે કે પાર્ટી ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે.

Advertisement

Advertisement

બાયડ બેઠક પર જશુ પટેલ કે મહેન્દ્રસિંહ વાઘેલા બંન્ને ઉમેદવારોના નામ ચર્ચામાં છે તો મોડાસા વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને રિપિટ કરાશે પછી નવો ચહેરો આવશે તેને લઇને મંથન કરાતું હોવાની માહિતી મળી છે.  એટલું જ નહીં કેટલાક ઉમેદવારો તો દિલ્હી અને અમદાવાદ સુધી ધક્કા ખાઈ રહ્યા છે તો બીજી બાજુ ભિલોડા બેઠક પર નવો જ ચહેરો મુકવાનો હોઇ ઉમેદવારોમી લાંબી કતારો છે એટલે અહીં કોને ટિકિટ આપવી તે પ્રશ્ન છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!