34 C
Ahmedabad
Thursday, March 28, 2024

AAP ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી પાસે છે આટલી મિલકત


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને લઈને તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો પ્રચારમાં લાગી ગયા છે. રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. આ દરમિયાન અનેક દિગ્ગજોએ પોતાના ફોર્મ ભર્યા અને એફિડેવિટ રજૂ કરીને પોતાની સંપત્તિ, તેમની સામેના ગુનાઓ સહિતની માહિતી આપી હતી. ગઈકાલે AAPના CMના પદના ચહેરા ઈસુદાન ગઢવીએ પણ ગઈકાલે ખંભાળિયાથી ફોર્મ ભર્યું હતું, ત્યારે એફિડેવિટ મુજબ તેમની સામે હાલમાં કેટલા કેસ છે, તે જાણીશું.

Advertisement

ઈસુદાન ગઢવીએ સોગંદનામામાં દર્શાવ્યા મુજબ વર્ષ 2017-18 થી 2021-22 સુધીમાં તેમની આવક કુલ 23 લાખ 15 હજાર 400 રૂપિયા આવક થઈ છે. જેમાં વર્ષ 2021-22માં તેમની આવક 3.06 લાખ દર્શાવાઈ છે. જ્યારે તેમના પત્નીની વર્ષ 2017-18 થી 2021-22 સુધીમાં કુલ 21 લાખ 49 હજારની આવક હતી. તેમાં પણ વર્ષ 2021-22માં તેમની આવક 4.20 લાખ છે જે ઈસુદાન ગઢવીથી પણ વધુ છે.

Advertisement

ઈસુદાન ગઢવી પાસે રૂ.બે ખેતી લાયક જમીન છે. તેની બજાર કિંમત રૂ.19.75 લાખ જેટલી છે, અને બોપલમાં તેમના 3 ફ્લેટ છે, જેની અંદર તેમનો 50 ટકા ભાગ છે. આમ ઘર અને જમીન મળીને તેમની પાસે કુલ 79.75 લાખની સ્થાવર મિલકત છે, ઉપરાંત 19.75 લાખની વારસાગત મિલકત છે. જ્યારે તેમના પત્ની પાસે 1 ફ્લેટમાં 50 ટકા હિસ્સાના આધારે રૂ.15, 50 હજારની સ્થાવર સંપત્તિ છે. એફિડેવિડ મુજબ ઈસુદાન પાસે 5.81 લાખની જંગમ મિલકતો છે. જ્યારે તેમના પત્ની હીરબાઈ જામ પાસે 9.80 લાખની જંગમ મિલકતો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!