33 C
Ahmedabad
Friday, April 26, 2024

ભાજપે નવી યાદી કરી જાહેર, કોને મળ્યું સ્થાન અને કોનું કપાયું પત્તુ જાણો


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અત્યાર સુધી 166 ઉમેદવારોના નામ જાહેર થઈ ચુક્યા છે જ્યારે આજે ભાજપે વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકારણમાં ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. જોકે ઉમેદવારોના બાકી નામોની યાદીની રાહ ભાજપ સહિત સ્થાનીકો પણ જોઈ રહ્યા છે. તો આવો જાણીએ કઈ બેઠક પરથી કોણ લડવાનું છે.

Advertisement

Advertisement

ભાજપે આ વખતે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં જ્યાં અગાઉ અલ્પેશ ઠાકોરને રાધનપુર પર લડાવાયા હતા ત્યાં હવે લવિંગજી ઠાકોરને રાધનપુર બેઠક પર ઉતારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપે અહીં ફરી ઓબીસી મતદારોને જોતા લવિંગજી ઠાકોરને ટિકિટ આપી છે. જોકે ભાજપે અલ્પેશ ઠાકોરને નોંધારા મુક્યા નથી પરંતુ તેમને ગાંધીનગર દક્ષિણ બેઠક પર ઉમેદવારી કરવાની તક મળી છે. જોકે આ બેઠક પર જ્યારથી અલ્પેશે દાવેદારી કરી છે ત્યારથી જ ભાજપમાં જ કકળાટ ઊભો થયો છે. આ તરફ પાટણમાં ડો રાજુલબેન દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

Advertisement

Advertisement

હિમ્મતનગર બેઠક પરથી પ્રાંતિજના ધારાસભ્યને વી ડી ઝાલાને ઉમેદવારી કરાવવામાં આવી છે, ગાંધીનગરમાં ભાજપના પ્રથમ મહિલા મેયર તરીકેનો પદભાર સંભાળી ચુકેલા રિટાબેન પટેલને ગાંધીનગર ઉત્તર બેઠકના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!