કોંગ્રેસનો ગઢ ગણાતી અરવલ્લી જિલ્લાની ભિલોડા વિધાનસભા બેઠક પર પૂર્વ આઈ.પી.એસ. અધિકારી પૂનમચંદ બરંડાએ ઉમેદવારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટીએ તેમને ફરીથી ટિકિટ આપી છે ત્યારે તેમણે ભિલોડા મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.
ભિલોડા-મેઘરજ બેઠકના ભાજપના પુન: રિપીટ ઉમેદવાર પી.સી.બરંડાએ હજ્જારો કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે વાજતે – ગાજતે ડી.જે ના તાલે સંગીત શુરાવલી વચ્ચે ભિલોડા મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્ર વિજય મુહૂર્તમાં ભર્યું હતું. ભિલોડા-મેઘરજ બેઠકના ભાજપના ઉમેદવાર પી.સી.બરંડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ભાજપનો ભગવો લહેરાશે,ભરોસાની ભાજપ સરકાર જીતશે તેવો સુર વ્યક્ત કર્યો હતો.
Home કરંટ ઇશ્યુ અરવલ્લી: ભિલોડા બેઠક પર પૂર્વ IPS પી.સી.બરંડાએ કરી ઉમેદવારી, રાજ્યસભા સાંસદ રહ્યા...





