34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home કરંટ ઇશ્યુ અરવલ્લી: બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને લઇને મંથન, આમ આદમી પાર્ટીના ઉમેદવારી...

અરવલ્લી: બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને લઇને મંથન, આમ આદમી પાર્ટીના ઉમેદવારી નોંધાવી ઉમેદવારી

0

અરવલ્લી જિલ્લાના બાયડ બેઠક પર કોંગ્રેસ પાર્ટી હજુ ઉમેદવારને લઇને સ્પષ્ટ કરી શકી નથી આંતરિક વિખવાદને લઇને ટિકિટ કોને આપવી તેનું મંથન ચાલી રહ્યું છે. સીટિંગ ધારાસભ્ય જશુ પટેલને આપવી કે આયાતી ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાને તેના પર કોંગ્રેસ પાર્ટી મંથન કરી રહ્યું છે, પણ આ વચ્ચે આમ આદમી પાર્ટીએ ઉમેદવારી નોંધાવી દીધી છે.

બાયડ તાલુકાના તેનપુરના વતની અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચુનીભાઈ બબાભાઈ પટેલ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી છે. આમ આદમી પાર્ટીએ ચુનીભાઈ બબાભાઈ પટેલને મેન્ડેટ આપતા ઢોલ નગારા વગાડતા ગાડીઓ ના કાફલા સાથે હજારો ટેકેદારો સાથે રાખી કાયૉલય થી લઈ ને નાયબ કલેકટર કચેરીમાં જઇ તેમનું ઉમેદવારી પત્ર રજુ કર્યુ તેમની સાથે બાયડ માલપુર વિધાનસભા ના સંગઠન હોદ્દેદારો સંજયભાઈ પરમાર, મંયક પટેલ બી.ડી ડામોર. માયનોરેટી જીલ્લા પ્રમુખ ઉસ્માનલાલ. વગેરે આ ફોર્મ ભરતી વેળા ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!