asd
30 C
Ahmedabad
Thursday, October 3, 2024

બહારના એક જ પરીવારમાં સત્તાની પરંપરા ભાજપે તોડી સ્થાનિક જિલ્લાના ઉમેદવારને મોકો આપ્યો, વાંચો સમગ્ર વિગત


હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપે નવા અને સ્થાનિક ચહેરાને સ્થાન આપવાને લઈ લોકોએ માંગણી સંતોષાયાની રાહત અનુભવી છે. 1995 થી એક જ ઘરમાં સત્તાનુ શાસન રહ્યુ હતુ અને અન્ય કોઈને પણ ક્ષત્રિય ઠાકોરને મોકો મળી રહ્યો નહોતો. જેને લઈ સ્થાનિક ક્ષત્રિય-ઠાકોર સમાજમાં રોષ ફેલાયો હતો અને ભાજપ સમક્ષ સ્થાનિક અને નવા ચહેરાની માંગ વર્તાઈ હતી. સ્થાનિક ક્ષત્રિય ઠાકોર સમાજની માંગ હવે સંતોષાતા મૂળ સાબરકાંઠાના વતની અને સ્થાનિક હિંમતનગરમાં વકીલ અને ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે સક્રિય રહેલા ક્ષત્રિય આગેવાનને ટિકિટ ભાજપે આપતા સ્થાનિકોએ માંગણી સંતોષાયાનો આભાર માન્યો છે.

Advertisement

સ્થાનિક લોકોએ ટિકિટ જાહેર થવાની રાત્રીએ દિવાળી જેવો માહોલ સર્જીને હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફટાકડા ફોડ્યા હતા. લોકો ભાજપના હાઈકમાન્ડે લીધેલા નિર્ણયને વધાવી લેતા ફટાકડા ફોડી શહેરના રસ્તાઓ પર ટોળે વળવા લાગ્યા હતા. બહારના ઉમેદવાર તરીકેની છાપ ધરાવતા ચહેરાને બદલીને ભાજપે જિલ્લાના સ્થાનિકને મોકો આપ્યો છે. જેને વધાવી લીધો હતો.

Advertisement

હિંમતનગર બેઠક પર 1995માં ગાંધીનગરના વરસોડાથી આવેલા રણજીતસિંહ ચાવડાએ ભાજપ તરફ થી ઉમેદવારી કરી હતી અને તેઓ 2007 સુધી ધારાસભ્ય રહ્યા હતા. તે વખતે ભાજપે નવા ચહેરાને પસંદ કરતા ચાવડા પરીવાર ભાજપથી નારાજ થયુ હતુ અને સત્તા મોહમાં કોંગ્રેસ તરફથી 2012 માં ઉમેદવારી કરી હતી. ત્યાર બાદ સતત વ્યક્તિવાદી અને પરીવાર વાદી ચિત્ર ઉભુ થતા હિંમતનગર વિસ્તારમાંથી અન્ય ક્ષત્રિય આગેવાનની રાજકીય કારકીર્દિ આગળ વધતી અટકી ગઈ હતી. તો વળી આગળ વધતા જ અટકાવવાનુ રાજકારણ શરુ થયુ હતુ. જોકે હજુ પણ સત્તા મોહ નહીં છુટતા લોકોને એકઠા કરી ટોળા કરવાની રાજનિતી થઈ રહ્યા હોવાની ચર્ચા ચર્ચાઈ રહી છે.

Advertisement

ભાજપે હવે વિનેન્દ્રસિંહ ઝાલાને ટિકિટ આપી છે. તેઓ હિંમતનગર વિસ્તારમાં પોતાના સામાજીક સંબંધોથી સીધા જોડાયેલા છે. સાથે વીડી ઝાલા તરીકે ઓળખાતા ભાજપના ઉમેદવાર 1990 અને 1995માં એમ બે ટર્મ ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેઓ કેબિનેટ પ્રધાન રહ્યા હતા. ફરી એકવાર હવે હિંમતનગરમાં સરકારમાં સારુ સ્થાન મળવાની અને વિકાસની ગતિ ફરી પાટે ચઢવાની આશા હિંમતનગરમાં વર્તાવા લાગી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!