26.8 C
Gujarat
Saturday, August 1, 2026
Home ગુજરાત બિરસા મુંડા જન્મ જયંતિ : શામળાજી આશ્રમ ખાતે મહાન આદિવાસી નેતા ની...

બિરસા મુંડા જન્મ જયંતિ : શામળાજી આશ્રમ ખાતે મહાન આદિવાસી નેતા ની 147 મી જન્મજયંતિની ઉત્સાહ ભેર ઉજવણી

0
222

બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓનાં હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાથ ભીડી હતી.આદિવાસી મહાન નેતા અને સમાજમાં શૈક્ષણિક સ્તરે પ્રદાન આપનાર મહાન નેતા બિરસા મુંડાની 147મી જન્મ જયંતી ની ઉજવણી શામળાજી આશ્રમ ખાતે કરવામાં આવી હતી જેમાં આદિવાસી આગેવાનોએ સમાજને એક રૂપ થવા માટે હાકલ કરી હતી.147 જન્મજ્યંતની ઉજવણીમાં એક હજારથી વધુ આદિવાસી સમાજના લોકોએ ભાગ લીધો હતો.

શામળાજી આશ્રમ ખાતે મહાન આદિવાસી નેતા બિરસા મુંડાની 147 જન્મ જયંતીમાં શામળાજી, ભિલોડા, છોટા ઉદેપુર, રાજસ્થાન, ગાંધીનગર અને ઝારખંડના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ સમીર ડામોર, ઉપ પ્રમુખ માર્ક કટારા, મુખ્ય આયોજક ભુપેન્દ્ર ડામોર,સંજય સડાત,આનંદ અસારી અને સતીશ ડામોરે ભારે જહેમત ઉઠાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!