શહેરા વિધાનસભા બેઠક પર જેઠાભાઈ ભરવાડે ઉમેદવારી ફોર્મ ભર્યુ
જીલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો માટે બીજા તબ્બકામાં પાંચમી તારીખે ચુટણી યોજાવાની છે.જેને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે.કાલોલ અને ગોધરામાં ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પુર્ણ થઈ છે, શહેરામાં ભાજપના ઉમેદવાર દ્વારા જંગી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવામા આવ્યુ હતુ,શહેરા વિધાનસભા બેઠક માટે ભાજપા દ્વારા ફરી ટીકીટ જેઠાભાઈ ભરવાડને આપવામા આવી હતી.અણિયાદ ચોકડી ખાતે આવેલા ભાજપા કાર્યાલયથી જેઠાભાઈ ભરવાડ ખુલ્લી જીપમાં શહેરા સેવાસદન ખાતે પહોચ્યા હતા.અને ચુટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યુ હતુ.તેમની સાથે મોટી સંખ્યામા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
હાલોલ બેઠક પર જયદ્રથસિંહ પરમારે સમર્થકોની હાજરીમાં ઉમેદવારી નોધાવી
હાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જયદ્રથસિહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. જયદ્રથસિંહ પરમાર પોતાના સમર્થકો અને ભાજપના કાર્યકરો સાથે પગપાળા હાલોલ SDM કચેરી ખાતે પહોચીને હતા.હાલોલ પ્રાંત અધિકારી અને હાલોલ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી. મોટી સંખ્યામાં ભાજપા સંગઠનનાં હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા
શહેરા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તખતસિંહ સોલંકીએ નોંધાવી ઉમેદવારી
પંચમહાલ જીલ્લામાં આ વખતે ભાજપ,કોગ્રેંસ,ની સાથે આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવારો પણ વિધાનસભાની ચુંટણીએ ઝપલાવ્યું છે. જેમા વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તખતસિંહ સોલંકીએ પણ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.તરસંગ ખાતેથી પોતાના સમર્થકો સાથે શહેરા ખાતે આવેલી સેવાસદન કચેરી ખાતે આવી પહોચ્યા હતા. અને ઉમેદવારી ફોર્મ ચુટણી અધિકારીને સુપરત કર્યુ હતુ.
મોરવા હડફ બેઠક પર કોગ્રેસના ઉમેદવાર સ્નેહલતાબેન ખાંટે ઉમેદવારી ફોર્મ ભર્યુ
પંચમહાલ જીલ્લામા આવેલી પાંચ વિધાનસભા બેઠક પર માત્ર મોરવા હડફ કોગ્રેસના ઉમેદવાર જાહેર કરવામા આવ્યા છે. મોરવા હડફ ખાતે કોગ્રેસના ઉમેદવાર સ્નેહલતાબેન ખાંટ દ્વારા જંગી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવામા આવ્યુ હતુ,ચુટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યુ હતુ.તેમની સાથે મોટી સંખ્યામા કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.ખાનપુર ખાતે સભા સંબોધી હતી,સ્નેહલતાબેનનો સીધો મુકાબલો ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર સાથે થશે.