સંત દેવાયત પંડિત, સરદાર પટેલ અને જેસિંગબાપાની પ્રતિમાને ફુલહાર
Advertisement
વિધાનસભાની ચૂંટણી માટે મોડાસા-ધનસુરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને છેલ્લી બે ટર્મથી કોંગ્રેસનો દબદબા ભર્યા વિજય યથાવત રાખનાર રાજેન્દ્રસિંહ ઠાકોરે તેમના નિવાસ સ્થાને થી વાજતે ગાજતે શક્તિપ્રદર્શન સાથે ઐતિહાસિક રેલી યોજી કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું રાજેન્દ્રસિંહ ઠાકોરની રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા રાજેન્દ્રસિંહ ઠાકોરે હેટ્રીક નોંધાવવાનો હુંકાર કર્યો હતો
મોડાસા-ધનસુરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે બે ટર્મથી ભાજપને પરાસ્ત કરનાર રાજેન્દ્રસિંહ ઠાકોરને મેન્ડેડ આપતા કોંગ્રેસના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બુધવારે ઉમેદવારી પત્ર ભરવા માટે ઓધારી મંદિર નજીક તેમના નિવાસ્થાનેથી પદયાત્રા અને કાર રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભરવાનું નક્કી થતા મોટી સંખ્યામાં સવારથી જ તેમના ઘરે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને અભિનંદન પાઠવવા આવેલ કાર્યકરો અને કોંગ્રેસના અગ્રણીઓની આગેવાની હેઠળ વાજતે-ગાજતે ઐતિહાસિક રેલી યોજી શક્તિ પ્રદર્શન કરી જિલ્લા સેવા સદન ખાતે કલેકટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું રેલી માં ઉમટેલા પ્રજાજનો નો આભાર માની રાજેન્દ્ર સિંહ ઠાકોરે ચૂંટણી માં જંગી બહુમતી થી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી મનદુઃખ ભૂલી ચૂંટણીની મહેનતમાં લાગી જવા જણાવ્યું હતું