અરવલ્લી જિલ્લાની મોડાસા-ધનસુરા વિધાનસભા બેઠક માટે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રો.રાજેન્દ્રસિંહ પરમાર દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યુ હતું. જીલ્લા કલેકટર કચેરી ખાતે ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યુ હતું. જેમા ઉમેદવાર સમર્થકો તેમજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી કાર્યકરો ઉમટી પડ્યા હતામોડાસા વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીમાંથી પ્રો.રાજેન્દ્રસિંહ પરમારે પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં રેલી યોજી અને વાજતે ગાજતે રેલી મોડાસા કલેક્ટર કચેરી પહોંચી હતી. જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારીને સોગંધવીધી કરી ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં ભાજપ, કોંગ્રેસ બંનેને જનતાએ અજમાવી જોયા છે, છતાં બેકારી, મોંઘવારીથી લઈ તમામ સમસ્યાઓ ઠેરની ઠેર છે. ત્યારે પ્રજાજનોએ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત આપી વિજયી બનાવવાનું મન બનાવ્યું છે અને જીત નિશ્ચિત છે.
અરવલ્લી: મોડાસા વિધાનસભા બેઠક પર AAP પાર્ટીના ઉમેદવાર પ્રો. રાજેન્દ્રસિંહ પરમારે રેલી યોજી ફોર્મ ભર્યું, ત્રી-પાંખિયો જંગ જામશે
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -