29 C
Ahmedabad
Monday, September 25, 2023

અરવલ્લી : મોડાસામાં લગ્ન માટે લઈને નીકળેલ યુવકના 1.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર સલાટ ગેંગના આરોપીને પોલીસે દબોચ્યો


અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરતો અને માલપુર તાલુકાના જીતપુર ગામનો બિપિન જેશાભાઈ નામનો યુવકના લગ્ન લેવાતા કંપનીના માલિક પાસેથી દોઢ લાખ રૂપિયા જેટલી રકમ લઇ ઘરે પરત ફરી રહ્યો હતો મોડાસા બસ સ્ટેન્ડ પર ઉતરી માલપુર રોડ પર સાધનની રાહ જોઈ રહ્યો હતો ત્યારે બે ગઠિયા બાઈક લઇ પહોંચી પાલનપુરનો રસ્તો પૂછી યુવકને વાતોમાં ભોળવી તેની પાસે કાળી થેલીમાં લાખ્ખો રૂપિયા હોવાનું જણાવી તેની પાસે રહેલી કાળી થેલી યુવકને આપી યુવક પાસે રહેલા દોઢ લાખ રૂપિયા અને મોબાઈલ લઇ બંને ગઠિયા ફરાર થઇ જતા યુવકે થેલીમાં રહેલા બંડલને જોતા ઉપર નીચે 500ની નોટ વચ્ચે કાગળ હોવાનું જણાતા બે ગઠિયા આબાદ છેતરી જતા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં સલાટ ગેંગના આરોપીને અને તેના સાગરીતને હિંમતનગરથી દબોચી લીધો હતોમોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા હનુમાન મંદિર નજીક લગ્ન માટે દોઢ લાખ રૂપિયા લઈને વતન નીકળેલ યુવકની સાથે બે ગઠિયા કળા કરી જતા ટાઉન પીઆઈ બી.કે.ભરાઈ અને તેમની ટીમે સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ અને બાતમીદારોને સક્રિય કરી હિંમતનગર પોલોગ્રાઉન્ડમાં રહેતા સલાટ ગેંગના વિજય દોલાજી મારવાડી અને કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો છેતરપિંડીના ગુન્હામાં પકડાયેલ આરોપી સામે અમદાવાદમાં અનેક પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુન્હા નોંધાયેલા હોવાની સાથે સુરત લાજપોર જેલમાં પાસા હેઠળ 6 મહિનાની સજા પણ ભોગવી ચુક્યો છે.

Advertisement

 

Advertisement

મોડાસા ટાઉન પોલીસે સીસીટીવી કેમેરામાં એક નંબર વગરની સ્પ્લેન્ડર બાઈકની ઓળખ કરી બાઈક પર પસાર થતા બે ઈસમો પાસે થેલો જોવા મળ્યા હતા બાઈક પર રહેલા ઈસમો અંગે નેત્રમ અને અન્ય સીસીટીવી કેમેરાનું એનાલીસ કરી બાઈક હિંમતનગર રોડ તરફ જતું જોવા મળતા ટાઉન પોલીસ તાબડતોડ હિંમતનગર પહોંચી બાતમીદારો સક્રિય કરતા બંને આરોપીને દબોચી લેવામાં સફળતા મળી હતી પોલીસે આરોપી પાસેથી 1.45 લાખ રોકડા,10 હજારનો મોબાઇલ રિકવર કરી ગુન્હામાં વપરાયેલ 70 હજારની બાઈક સાથે 2.25 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!