27 C
Ahmedabad
Saturday, April 27, 2024

મોડાસા : પીપલ્સ બેંકના પૂર્વ મેનેજર ઈમ્તિયાઝ બુલાને ચેક રીટર્ન કેસમાં મોડાસા કોર્ટે 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી


લઘુમતી અગ્રણી સમાજના રાજા બાબુ પાસેથી લીધેલ 7 લાખ સામે કોર્ટે 10 લાખ ચુકવવા આદેશ કર્યો

Advertisement

મોડાસા નગરપાલિકાના કોર્પોરેટર અને સામાજિક આગેવાન સિકંદર યાકુબભાઇ સુથાર (રાજા બાબુ) પાસેથી ધી.પીપલ્સ બેંકના મેનેજર ઈમ્તિયાઝ અહેમદભાઈ બુલા (ટીણીયા)એ નવ વર્ષ અગાઉ મિનરલ પાણીના પ્લાન્ટ કામ માટે 7 લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા જેની સામે ઈમ્તિયાઝ બુલાએ ચેક આપ્યો હતો અને વારંવાર ઉઘરાણી કરવા છતાં રૂપિયા પરત ન આપતા રાજબાબુએ ચેક બેંકમાં જમા કરાવતા ઈમ્તિયાઝ બુલના ખાતામાં અપુરતા ભંડોળના પગલે ચેક રીટર્ન થયો હતો.

Advertisement

મોડાસાના સામાજીક અગ્રણી સિકંદર યાકુબભાઈ સુથાર (રાજાબાબુ)એ ચેક રીટર્ન કેસની ઈમ્તિયાઝ અહેમદભાઈ બુલા (ટીણીયા) સામે એડવોકેટ એસ.કે.વણકર મારફતે મોડાસા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જે કેસમાં વકીલ એસ.કે.વણકરની ધારદાર રજુઆતના પગલે કોર્ટે આકરું વલણ અપનાવી આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને 10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે અને સમય મર્યાદામાં ન ચૂકવે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદનો હુકમ કર્યો છે મોડાસા કોર્ટે ચેક રીટર્ન કેસમાં શખ્ત કાર્યવાહી કરતા ચેક આપી નાણાં મેળવી છેતરપીંડી કરતા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે સમગ્ર કેસ એસ.કે.વણકર અને તેમની ટીમના બી.આર પટેલ અને એસ.એન.અમીનની ટીમે ધારદાર રજુઆત કરી હતી

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!