આમ આદમી પાર્ટી મહિલા મોરચાની ટીમના પ્રહારો, 8 વર્ષમાં ડબલ એન્જિને ડબલ વિકાસ કર્યો
મોંઘવારીના નામે લૂંટ ચલાવી ઉદ્યોગપતિઓનો ફાયદો કરાવ્યાનો આક્ષેપAdvertisement
વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અત્યારસુધીનો ઈતિહાસ છે કે, ગુજરાતમાં ત્રીજો મોરચો સફળ નથી થયો પણ આપનું કહેવું છે કે, આ વખતે કોંગ્રેસ પાંચથી ઓછી બેઠકો જીતશે એટલે કે, ત્રીજો મોરચો પણ આ વખતે સફળ થશે. અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટી ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે અને સતત વિરોધ પ્રદર્શન કરતી નજરે પડે છે. મોડાસા ખાતે મહિલા આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીને લઇને વિરોધ પ્રદર્શન કરાયો હતો.આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ જોઈંટ સેક્રેટરી ચંદ્રિકાનબેન સોલંકીની આગેવાનીમાં વિરોધ-પ્રદર્શનનું આયોજન કરાયું હતું. મહિલાઓ ગેસની બોટલ સાથે આવી પહોંચી હતી અને મોંઘવારીને લઇને સુત્રોચ્ચાર કર્યા હતા. જોઈંટ સેક્રેટરી ચંદ્રિકાબહેને ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે, મોંઘવારીના નામે લૂંટ ચલાવી છે અને તેનો ફાયદો ઉદ્યોગપતિઓને થયો છે. ગેસની બોટલ ચારસો રૂપિયે મળતી હતી જે આજે એક હજાર રૂપિયા કરતા વધારે ભાવે મળે છે, જેથી મહિલાઓ ચૂલો સળગાવવા મજબૂર બની છે.
અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટી પણ જોર-શોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગઇ છે અને હવે મહિલા મોરચો પણ આગળ આવી ખુલીનો વિરોધ કરતી નજરે પડે છે. મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે આયોજિત વિરોધ પ્રદર્શનમમાં મોટી સંખ્યામાં આમ આદમી મહિલા મોરચાની ટીમ તેમજ આપના નેતા મહેન્દ્રભાઈ પણ જોડાયા હતા.