પોલીસની રહેમ નજર હેઠળ ચાલતી દારૂની હાટડીઓ પર ખુલ્લેઆમ થઈ રહ્યું છે વેચાણ ..!!!
ગુજરાતમાં દારૂબંધીની અમલવારી ક્યારે થશે?
લઠ્ઠાકાંડ ભૂલાઈ ગયો કે શું તે એક સવાલ?Advertisement
Advertisement
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી દારૂ પકડવાના અને કેસો બતાવવામાં આવે છે પરંતુ આ વિડીયો જોઈને લાગી રહ્યું છે કે પોલીસ માત્ર દેખાવના જ કામ કરી રહી હોય અને પોલીસની નજર હેઠળ જ દેશી દારૂના વેપારીઓ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે. નજર સામે ચાલી રહેલ ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ પર પોલીસ કયા કારણોસર નિયંત્રણ નથી લાવતી તે એક સવાલ છે.
દેશી દારૂને લઈને લોકો અને મહિલાઓના પરિવાર બરબાદ થતા હોવાને કારણે કેનાલ વિસ્તારમાં ચાલી રહેલ દારૂના અડ્ડા થી ત્રાહિત થયેલ લોકો ની માંગ છે કે સાબરકાંઠા એસ.પી. વિશાલ વાઘેલા આ અંગે એડિવિઝન પોલીસને સૂચન કરી દેશી દારૂના અડ્ડા ઉપર નિયંત્રણ લાવી કાયદાનું અને પોલીસના કામનું ભાન અપાવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.