37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ સાબરકાંઠા LCB એ ફિલ્મી ઢબે કારનો પીછો કરી દારૂની ખેપના વધુ એક...

સાબરકાંઠા LCB એ ફિલ્મી ઢબે કારનો પીછો કરી દારૂની ખેપના વધુ એક પ્રયાસને નિષ્ક્રિય બનાવ્યો

0
205

 

પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 510 નંગ વિદેશી દારૂની સહીત 4,67,770 નો મુદ્દા માલ જપ્ત કર્યો

વિધાનસભાની ચૂંટણીને લઈને બુટલેગરો શહેરમાં વિદેશી દારૂ ઘુસાડવા અવનવા કિમીયા અપનાવી રહ્યા છે. ત્યારે શહેરમાં ઘુસાડાતા દારૂની હેરાફેરીનાં વધારે એક પ્રયાસને પોલીસે નાકામ કર્યો છે. સાબરકાંઠા ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે મજરા તરફથી આવતી ગાડીનો પીછો કરી સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ત્યારે ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. કાર અને તેમાંથી મળેલી ૫૧૦ બોટલ વિદેશી દારૂ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સાબરકાંઠામાં મેરા ગુજરાત માટે પ્રતિનિધિની નિમણૂક કરવાની છે, તાત્કાલિક સંપર્ક કરો – meragujarat2022@gmail.com

જાણવા મળતી વિગત મુજબ, સાબરકાંઠા LCB ની ટીમ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મજરા તરફથી તલોદ રોડ તરફ જતા રસ્તા વચ્ચેથી વિદેશી દારૂ ભરેલી મારુતિ સુઝુકી કંપનીની swift કાર પસાર થવાની હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ધડકન ગામ પાસે વોચ ગોઠવી હતી. અને માહિતી મુજબની કાર પસાર થતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે કાર ઊભી રાખવાને બદલે ભગાવી મૂકી હતી. જેથી વોચમાં રહેલી પોલીસે ટીમે તે કારનો પીછો કર્યો હતો.

પીછો કર્યા બાદ અંતે ગાડીનો ચાલક સદાનામુવાડા ગામની સીમમાં કારને મૂકીને ફરાર થઈ ગયો હતો.પોલીસે કારને આંતરી લીધી હતી. કારની તલાશી લેતા રૂ.૬૭,૭૭૦ ની કિંમતની વિદેશી દારૂની ૫૧૦ બોટલ મળી આવી હતી. જ્યારે ચાલકની કારને બિનવારસી હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કાર સહિત વિદેશી દારૂનો મુદ્દા માલ કબજે કરી અજાણ્યા કારચાલકને શોધી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!