28.4 C
Ahmedabad
Friday, April 19, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરવલ્લીના આંગણે : મોડાસાના મોદી મેદાનમાં જંગી સભાને સંબોધશે, કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત કરવા તડામાર તૈયારીઓ


અરવલ્લી જીલ્લાની ત્રણે બેઠકો પર કોંગ્રેસનો દબદબો છે ત્રણે બેઠકો પર ભાજપે ઉમેદવારોની પસંદગી પછી સ્વાભાવિક પણે નારાજગી પ્રવર્તી રહી છે કોંગ્રેસના ઉમેદવારોને મતદારોનો આવકાર મળી રહ્યો છે ત્યારે જીલ્લાની ત્રણે બેઠકો પર પંજાની પકડ ઢીલી કરી કમળ ખીલવવા માટે ભારતીય જનતા પાર્ટીની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ભાજપ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે સ્વાભાવિક રીતે જ એકમાત્ર નરેન્દ્ર મોદી જ સહારો હોય છે. પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મીએ મોડાસામાં જંગી સભાને સંબોધન કરવાના હોવાથી પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે તમામ રાજકીય પક્ષોના અગ્રણી હરોળના નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે અરવલ્લી જીલ્લાની મોડાસા વિધાનસભામાં સતત બે ચૂંટણીમાં કોંગ્રેસ વિજય બની હતી, ત્યારે ભિલોડા બેઠક કોંગ્રેસનો ગઢ રહ્યો છે બાયડ બેઠક પર 2017માં કોંગ્રેસ ના ઉમેદવાર વિજય પ્રાપ્ત કર્યો હતો કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પક્ષ પલટો કરી કેસરીયો ધારણ કર્યા પછી પેટા ચૂંટણીમાં તેમનો કોંગ્રેસના જશુભાઈ પટેલ સામે કારમો પરાજય થતા ભાજપ માટે ભારે નાલોશી સહન કરવી પડી હતી ત્યારે મોડાસા શહેરમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા ભાજપ માટે તારણહાર બની શકે છે કોંગ્રેસના ગઢમાં વડાપ્રધાન મતદારોને રિઝવવાના પ્રયાસ કરે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.મોડાસા શહેરમાં આગામી 24મીને ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી સભાને સંબોધન કરવા આવતા હોવાથી ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે સ્થળ પર તડામાર તૈયારીઓની સાથે ભીડ એકઠી કરવા આયોજનમાં લાગી ગયા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!