27 C
Ahmedabad
Monday, May 29, 2023

અરવલ્લી: મેઘરજમાં રવિ કિશનની સભામાં કોઈને વિકાસની વાતો નહોતી પસંદ, સભા પૂર્ણ થતાં ચવાણાની લૂંટ…!!!


વિધાનસભાની ચૂંટણીને લઇને માહોલ ગરમાયો છે ત્યારે કેટલીક જગ્યાએથી પ્રચાર પ્રસારમાં ખુરશીઓ ખાલી તો કેટલીક જગ્યાએ જનતામાં નિરાશાઓ જોવા મળતી હોય છે. આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ભાજપની રેલીમાં જોવા મળી હતી. ભારતીય જનતા પાર્ટી ભિલોડા બેઠકના ઉમેદવાર પી.સી.બરંડાની જાહેર સભા મેઘરજ ખાતે યોજાઈ હતી, જેમાં સ્ટાર પ્રચારક તરીકે ઉત્તર પ્રદેશ ગોરખપુરના સાંસદ અને ફિલ્મ સ્ટાર રવિ કિશન ખાસ ઉપસ્થિત રહ્યા હતા, ભાજપના કાર્યકાળમાં થયેલા વિકાસલક્ષી વાતો લોકો સમક્ષ મુકી હતી જોકે રેલીમાં લોકોને વિકાસની વાતો કરતા નાસ્તામાં વધારે રસ હોય તેવું લાગતું હતું. સભા પૂર્ણ થતાં લોકો ચવાણાના પડીકા લેવામાં પડાપડી કરતા નજરે પડ્યા હતા.અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક કોંગ્રેસ પાસે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ દિગ્ગોજની ટીમ અરવલ્લી જિલ્લામાં ઉતારી છે, એક જ દિવસમાં બે મુખ્યમંત્રી અને ફિલ્મ સ્ટારની સભાઓ યોજાઈ હતી, જેમાં ભિલોડા વિધાનસભા બેઠકની મેઘરજ ખાતે જાહેર સભા યોજાઈ હતી, જેમાં સાંસદ રવિ કિશન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કેન્દ્રની ભાજપા સરકારે કરેલા વિકાસની ગાથા લોકો સમક્ષ મુકી હતી, અને લોકોને પોતાના અંદાજમાં પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે રેલીમાં પાછળની બાજુએ ખુરશીઓ ખાલી પણ જોવા મળી હતી.જાહેરસભા પૂર્ણ થતાં લોકો કંટળી ગયા અને ભૂખ્યા-તરસ્યા લોકોએ પેટપૂજા કરવા માટે પડાપડી કરી હતી અને ચવાણાના પડીકાની રીતસર લૂંટ ચલાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. એકબાજુ રવિ કિશન પોતાની ગાડી તરફ પ્રયાણ કરી રહ્યા હતા તો બીજી બાજુ લોકો ચવાણાના પડીકાની લૂંટ ચલાવતા સ્થાનિક નેતાગીરીના આયોજન પર સવાલો પણ ઉઠ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!