શહેરા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચરમ સીમા પર છે ત્યારે ભાજપ,કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ એક સભા સંબોધી હતી.તેમને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા..
પંચમહાલ જિલ્લાના પાંચ વિધાનસભા પૈકી શહેરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડ માટે ચૂંટણી પ્રચાર અર્થ શહેરા ખાતે આવેલા કેશવબાગ ગ્રાઉન્ડમાં ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ચૂંટણી સભાને સંબોધી હતી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું ઉપસ્થિત અગ્રણીઓ દ્વારાતલવાર, સાફો પુષ્પગૂચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતુ,તેમને ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે હું ગુજરાતની પવિત્ર ધરતી પર આવ્યો છું મરડેશ્વર મહાદેવને હું નમન કરું છું આ વીરોની ભૂમિ છે આ એવી વીરોની ભૂમિ છે. જેનું સામાજિક ધાર્મિક અને રાજકીય યોગદાન ભૂલી શકાય તેમ નથી આઝાદીની લડતમાં ગાંધીજી અને સરદાર પટેલનું યોગદાન ભૂલી શકાય તેમ નથી. વિકાસને આગળ વધારવાનું કામ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. ગુજરાત મોડેલની સમગ્ર દેશમાં ચર્ચા થાય છે. નરેન્દ્ર મોદીએ તેની ઈંટ રાખીને સમગ્ર દેશમાં તેને અમલ કરવાનું કામ કર્યું છે.કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમને જણાવ્યું કે કોંગ્રેસે સરદાર સાહેબનું ક્યારેય સન્માન કર્યું નથી.
ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડે જણાવ્યું હતું કે શહેરા વિધાનસભા બેઠક પર અમે 1,00,000 ની વધુ મતોથી જીતીશું.ગુજરાતમાં ભાજપની સરકાર બનશે.સાથે સાથે તેમને કાર્યકરોને પ્રચાર અર્થે લાગી જવા પણ અનુરોધ કર્યો હતો.સાથે આ પ્રચારસભામાં પશ્ચિમ બંગાળનાથી આવેલા મહિલા ધારાસભ્ય નિર્ભયાદીદી પણ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો,અગ્રણીઓ સહિત જનમેદની ઉપસ્થિત રહી હતી.