અશ્વિનભાઈ કોટવાલ વિરુદ્ધ રમીલાબેન બારા તેમજ મયુરભાઈ શાહના માણસો ભાજપ વિરુદ્ધ પ્રચાર કરતા હોવાના આક્ષેપો પીએમ મોદીને ટ્વિટ કરાયા.
PM તથા સી.આર.પાટિલને ટ્વીટ કરી જણાવ્યું કે આવી રીતે ખેડબ્રહ્મા બેઠક પર 50 વર્ષ સુધી પણ વિજય નહી મેળવી શકાયગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે પાર્ટીઓના ઉમેદવારી પત્રોને પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે અને પાર્ટીઓ દ્વારા પ્રચારની પ્રક્રિયાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે તો ક્યાંક કેટલીક પાર્ટીઓમાં અંદરો અંદર વિવાદોના વંટોળો જોવા મળી રહ્યા છે અને ક્યાંક આક્ષેપોના બાણ ચલાવવામાં આવી રહ્યા છે.
ખેડબ્રહ્મા વિધાનસભા ઉપર ભારતીય જનતા પાર્ટીએ અશ્વિનભાઈ કોટવાલને પોતાના ઉમેદવાર જાહેર કરાયા બાદ અશ્વિનભાઈ કોટવાલ દ્વારા પ્રચાર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ અશ્વિનભાઈ કોટવાલ થી નારાજ 29 વિધાનસભાના કેટલાક મતદારો તેમનો વિરોધ પણ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા પણ જોરાવરનગર ગામ ખાતે જન સંપર્ક કરવા નીકળેલા અશ્વિનભાઈ કોટવાલને ગ્રામજનોના વિરોધને લઈને ચાલુ સભાએ જ ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.
એવામાં અશ્વિનભાઈ કોટવાલની સામે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા તેમજ ભાજપ કાર્યકર મયુરભાઈ શાહના માણસો અશ્વિનભાઈ કોટવાલ વિરુદ્ધ જ પ્રચાર કરતા હોવાના આક્ષેપો ભરતભાઈ નામના વ્યક્તિએ ટ્વિટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને ટ્વિટ કરીને જણાવ્યું છે.ભરતભાઈ દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યુ છે કે આવી રીતે જો કાર્યકરો અંદર અંદર વિરોધ કરશે તો 50 વર્ષ સુધી ખેડબ્રહ્મા વિધાનસભા પર ક્યારે ભાજપની જીત નહીં થાય તેવું પણ તેઓએ ટ્વીટ કરીને જણાવ્યું છે.
ભાજપમાં ભડકો..!! અશ્વિન કોટવાલ વિરૂદ્ધ પ્રચાર થતો હોવાના આક્ષેપ સાથે પીએમ મોદીને ટ્વીટ
Advertisement
Advertisement
Advertisement
Advertisement