26 C
Ahmedabad
Saturday, April 13, 2024

સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે ભાજપની જાહેર સભા યોજાઈ પૂ.મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ચુંટણી સભા સંબોધી


ગજેન્દ્રસિંહ પરમારને જંગી મતો થી વિજય બનાવવા પ્રાંતિજ-તલોદની જનતાને અનુરોધ કર્યો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિધાનસભાના ભાજપના ઉમેદવાર ગજેન્દ્ર સિંહ પરમારની પ્રચાર સભા મહારાષ્ટ્ર ના પૂ.મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સંબોધી

ભારતીય જનતા પાર્ટીના પ્રાંતિજ તલોદ વિધાનસભાના ઉમેદવાર અને ગુજરાત રાજ્યના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની પ્રાંતિજ ખાતેની પ્રચાર સભામાં મહારાષ્ટ્ર ના પૂ.મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે ભારતની બોલબાલા વિશ્વમાં પ્રસરી છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વિશ્વમાં ડંકો વગાડ્યો છે અને તેમની લોકપ્રિયતા અને દેશ વિકાસની વાતોથી આખું વિશ્વ પ્રભાવિત છે નરેન્દ્રભાઇના નેતૃત્વ માં એક ભારત નેક ભારતની થીમ પર આગળ વધી રહ્યું છે ભરોસાની ભાજપ સરકાર ના સૂત્રને લોકોએ સ્વીકાર્યું છે ત્યારે ગુજરાત ને બદનામ કરનારા કે મફતમાં રેવડી વેચવાની વાતો પર વિશ્વાસ નહીં કરીને ગુંજવી વિધાનસભામાં ભાજપની સરકાર બનાવવાછે ત્યારે પ્રાંતિજ વિધાનસભા ના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારને જંગી બહુમતીથી વિજયી બનાવી ભારતમાં નરેન્દ્રભાઇ મોદીને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઇ પટેલના હાથ મજબૂત બનાવવા હાંકલ કરી હતી. દિલ્હી પંજાબની સ્થિતિ ની પણ તેમને વાત કરી હતી અને ભારતમાં નરેન્દ્રભાઇ ના નેતૃત્વમાં દેશને આગળ વધારવા કમળના નિશાનને જંગી મતોથી વિજયી બનાવવા જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!