33 C
Ahmedabad
Thursday, April 25, 2024

EXCLUSIVE : લાખ્ખોના GST કૌભાંડમાં અરવલ્લીના વિક્રમ પટેલની ધરપકડ : બોગસ બિલિંગ કૌભાંડમાં GSTના અધિકારીઓની ધરપકડ


ભાવનગર નજીક લોંખડ ભરેલ ટ્રક ચાલક પાસેથી બોગસ બિલ મળી આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ, ભાવનગર એલસીબીએ કર્યો
થોડા દિવસ અગાઉ ભાવનગર એલસીબી PI પી.બી.જાદવ અને તેમની ટીમે મોડાસામાં રહેતા વિક્રમ પટેલની અટકાયત કરી લીધી હતી
શામળાજી નજીક ચેકપોસ્ટ પર જીએસટી ચોરીની ઉઠી રહી છે બૂમો

Advertisement

(મેરા ગુજરાત-અમદાવાદ) ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસ અગાઉ ભાવનગર- અમદાવાદ હાઇવે પર સનેસ ગામ નજીક લોંખડ ભરી પસાર થતી બે શંકાસ્પદ ટ્રકને અટકાવી GST બિલ માંગતા બોગસ બિલ બનાવી જીએસટી ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલ આરોપીઓ અંગે સઘન તપાસ હાથધરી હતી જેમાં 6 ખાનગી વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આ કૌભાંડમાં જીએસટી અને એસજીએસટી અધિકારીઓની સંડોવણી બહાર આવતા પોલીસે તેમની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા 5 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લાના શામળાજી પંથકના નામચીન અને મોડાસા શહેરની માણેકબા સોસાયટીમાં રહેતા વિક્રમ ઉર્ફે પોપટ સોમાભાઈ પટેલ ની ભાવનગર એલસીબી પીઆઇ પી.બી.જાદવ અને તેમની ટીમે અટકાયત કરતા જીલ્લા પોલીસતંત્રમાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું અને અટકાયત અંગે અનેક તર્ક વિતર્ક શરૂ થયા પછી આખરે જીએસટી બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે અને હાલ પોલીસે વિક્રમ પટેલ અને તેના સાથીદારોને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવી તપાસ પૂર્ણ થતા હાલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે

Advertisement

Advertisement

GST કૌભાંડમાં ક્રાઈમ બ્રાંચની ટીમે મુખ્ય સુત્રધાર મૃગેશ ઉર્ફે ભુરો હસમુખભાઈ અઢીયાની પુરપરછ દરમિયાન અધિકારીઓની સંડોવણી હોવાનું બહાર આવતા એસGST અને સીGSTના બે અધિકારી નિરજ રામજીભાઈ મીણા (રે. બરોડા) અને બ્રિજેશ મીઠાલાલ દુધાત (રે.ભાવનગર)ની ધરપકડ કરી લીધી હતી. બન્ને અધિકારીને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે 10 દિવસની રિમાન્ડની માંગણી સાથે વલ્લભીપુર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્નેના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.

Advertisement

Advertisement

લાખ્ખો રૂપિયાના GST કૌભાંડ માટે સ્પેશિયલ ટીમની રચના
ભાવનગર રેંજ આઇજી ગૌતમ પરમારના માર્ગદર્શન હેઠળ એસપી ર્ડો. રવિન્દ્ર પટેલે ડીવાય એસપી જયદીપસિંહ સરવૈયાની આગેવાનીમાં એક સ્પેશયલ ટીમની રચના કરવામાં આવી છે. જેમા લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ જાદવ, પીએસઆઈ જેબલીયા, પીએસઆઈ શીંગરેખીયા સહીતનો સ્ટાફ તપાસનો દોર હાથ ધરશે. પોલીસ તપાસ દરમિયાન હજુ અનેકના પગ તળે રેલી પહોંચવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

Advertisement

Advertisement

શું છે સમગ્ર મામલો…!! GST ચોરી કૌભાંડના આરોપીઓના નામ વાંચો
ભાવનગર એલસીબી પોલીસે 20 દિવસ અગાઉ ભાવનગર અમદાવાદ હાઈવે પર વેળાવદર ભાલ પંથકના નિરમા પાટીયા પાસે સનેસ ગામ નજીક વાહન ચેકીંગમાં હતો તે વેળાએ લોંખડના સળિયા ભરેલ બે શંકાસ્પદ ટ્રકને અટકાવી ટ્રક ચાલક પાસે GST બીલો માંગતા તે બીલ સંતોષકારક ન લાગતા ક્રાઈમ બ્રાન્ચે બન્ને ટ્રક, લોંખડ આશરે 33 ટન મળી કુલ 22 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ તપાસ હાથ ધરતા બીલો ખોટા હોવાનું જાણવા મળતી ક્રાઈમ બ્રાંચે વેળાવદર ભાલ પોલીસ મથકમાં આઈપીસી 406, 420, 467, 465, 471, 420(બી), 34 મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી ગુનાના કામે મૃગેશ ઉર્ફે ભુરો હસમુખભાઈ અઢીયા (ઉ.વ. 402 નવકાર રેસીડેન્સી, મહીલા કોલેજ પાસે ભાવનગર) અને દેવાંશુ બિપીનભાઈ ગોહેલ (ઉ.વ. 29, 2, વૃંદાવન પાર્ક, પટેલ સોસાયટી, કાળીયાબીડ)ની ધરપકડ કરી લઈ પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. બાદ અન્ય મલયા શાહ દિપક મકોડીયા. ધ્રુવિત માંગુકીયા અને પોપટ ઉર્ફે વિક્રમ પટેલ (મોડાસા)ની અટકાયત કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા હતા. જે તમામને રિમાન્ડ પુર્ણ થતા નામદાર કોર્ટના આદેશ તળે તમામને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!