ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને લઇને પ્રચાર-પ્રસાર વેગવંતો બન્યો છે. પ્રધાનમંત્રી મોદી ખુદ મેદાને ઉતર્યા છે અને ત્રણ જેટલી સબાઓ એક દિવસમાં સંબોધી હતી. અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક પર જીત મેળવવા માટે પીએ્મ મોદીએ વિજય સંકલ સંમેલનમાં હાજરી આપી મતદારોને રીઝવવા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.પ્રધાનમંત્રીએ તેમના પ્રવચન દરમિયાન ગુજરાત જરૂરિયાત કરતાં વધુ વીજ ઉત્પાદન કરતું હોવાનું જણાવ્યું હતું અને ગુજરાતમાં હવે ઘેર ઘેર સોલાર પેનલ લગાવી વીજ ઉત્પાદનમાં ક્રાંતિ સર્જવા ઉપર ભાર મૂક્યો હતો અને વધુમાં તેમણે ખેડૂતો જેમ અનાજ વેચે છે તેમ ગુજરાતમાં ઘેર ઘેર સોલાર પેનલ દ્વારા વીજ ઉત્પાદન કરીને લોકો ઘેર બેઠા તેનું વેચાણ કરી કમાણીશકે તે કામ મોદી જ કરી શકે તે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું. અરવલ્લી વાસીઓને ટકોર કરતાં મોદીએ જાહેર સભામાં ઉપસ્થિત દરેક લોકોને આ વખતે મતદાનના બધા રેકોર્ડ તોડી નાખવા ઉપર ભાર મૂક્યો હતો અને શ્રોતાઓને ઘરે જઈને વડીલોને પ્રધાનમંત્રી આવ્યા છે તેવું કહેવાના બદલે આપણા નરેન્દ્ર ભાઈ મોડાસા આવ્યા હતા અને તેમને પ્રણામ પાઠવ્યા છે તેવું કહ્યું હતું.કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, વીજળી માંગવા ગયેલા યુવાનોને ગોળી મારી
પ્રધાનમંત્રીએ અગાઉની કોંગ્રેસ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, વીજળી માંગવા જતાં અરવલ્લીના છોકરાઓને ગોળી મારી મારી નાખ્યા હતા હવે ભાજપ સરકારમાં ગુજરાત જરૂરિયાત કરતાં પણ વધુ વીજ ઉત્પાદન કરે છે. ભાજપ સરકારે વીજળીના ઉત્પાદનમાં ઘણાં કામ કર્યા છે અને હવે ખેડૂતો વીજળી વેંચી શકે તેવા પણ પ્રયાસો કર્યા છે.
કોંગ્રેસ પર વરસ્યા મોદી, કહ્યું, વીજળી માંગતા અરવલ્લીના યુવાનોને ગોળીઓ મારી
Advertisement
Advertisement